NATOની ધમકી પર ભારતનો કડક પ્રતિસાદ: રશિયન ઓઇલ ખરીદીના મુદ્દે ઉર્જા જરૂરિયાતો પ્રાથમિકતા: વિદેશ મંત્રાલય

NATOની ધમકી પર ભારતનો કડક પ્રતિસાદ: રશિયન ઓઇલ ખરીદીના મુદ્દે ઉર્જા જરૂરિયાતો પ્રાથમિકતા: વિદેશ મંત્રાલય

રશિયન ક્રૂડ ઓઇલ ખરીદીના મુદ્દે NATO સેક્રેટરી જનરલ માર્ક રૂટે ભારત સહિત કેટલાક દેશોને ચેતવણી આપતાં વિવાદ ઊભો થયો છે. હવે ભારતે આ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરતાં સત્તાવાર જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, “ભારત પોતાના નાગરિકોની સુરક્ષા અને ઊર્જાની જરૂરિયાતોને હંમેશા પ્રાથમિકતા આપે છે.”

તેમણે ઉમેર્યું કે, “અમે રશિયા પાસેથી ક્રૂડ ખરીદવાના મુદ્દે સેકેન્ડરી પ્રતિબંધોની વાતો જોયી છે અને તેની ઉપર ધ્યાન આપી રહ્યા છીએ. પણ અમે જે પણ નિર્ણય લેશું એ વૈશ્વિક પરિસ્થિતિ અને બજારમાં ઉપલબ્ધ વિકલ્પોને ધ્યાનમાં રાખીને હશે.”

વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યો છે કે ભારત કોઈપણ પ્રકારની ધમકી સામે નમશે નહીં અને દેશના હિતો અનુસાર જ નીતિ નિર્ધારણ કરશે.

શું કહ્યું હતું NATO પ્રમુખે?

માર્ક રૂટે કહ્યું હતું કે જો ભારત, ચીન અને બ્રાઝિલ રશિયા સાથે ક્રૂડ ઓઇલ વ્યવહાર ચાલુ રાખશે, તો તેમને સેકેન્ડરી પ્રતિબંધોનો સામનો કરવો પડી શકે છે. સાથે તેમણે આ દેશોને રશિયા પર યુક્રેન સાથે શાંતિ ચર્ચા માટે દબાણ કરવાનું પણ આહવાન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે ભારત રશિયાથી સસ્તું ક્રૂડ ખરીદી રહ્યો છે અને પોતાને ઊર્જા જરૂરિયાતો માટે રશિયાને મહત્વપૂર્ણ સપ્લાયર માને છે. પશ્ચિમના પ્રતિબંધો છતાં, ભારતની નીતિ “રાષ્ટ્રીય હિત”ને કેન્દ્રમાં રાખે છે.

NATOની ચેતવણીને ભારતે ગંભીરતાથી લીધો હોવા છતાં દેશના હિતને પ્રથમ સ્થાન આપીને ક્રૂડ ઓઇલ અંગે પોતાની નીતિ સ્પષ્ટ રીતે રજૂ કરી છે. સાથે જ વિદેશમાં પડતા ભારતીયો માટે પણ ભારત સરકાર સંપૂર્ણ સહાય કરવા માટે પ્રતિબદ્ધ છે.

Leave a Reply

Your email address will not be published.