ભૂતપૂર્વ કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી અને ભાજપના નેતા મીનાક્ષી લેખી કૈલાશ માનસરોવર યાત્રા દરમિયાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી અનુસાર, મીનાક્ષી લેખી તિબેટના દાર્ચિન વિસ્તારમાં યાત્રા દરમિયાન ઘોડા પરથી પડી ગયા હતા, જેના પરિણામે તેમની કમરમાં ગંભીર ઈજા થઈ છે. તાત્કાલિક સારવાર માટે તેમને ભારત પરત લાવવામાં આવી રહ્યા છે. આ ઘટના પછી તિબેટથી...
Day: July 20, 2025
ફિલ્મ ‘DON’ના દિગ્દર્શક ચંદ્રા બરોટનું 86 વર્ષની વયે અવસાન
બોલીવૂડના જાણીતા દિગ્દર્શક ચંદ્રા બરોટનું રવિવાર, 20 જુલાઈ 2025ના રોજ 86 વર્ષની વયે મુંબઈના બાંદ્રા સ્થિત હોસ્પિટલમાં નિધન થયું. તેઓ છેલ્લા સાત વર્ષથી પલ્મોનરી ફાઈબ્રોસિસ નામની ગંભીર શ્વાસસંબંધિત બીમારીથી પીડાઈ રહ્યા હતા. તેમના અવસાનના સમાચારથી ભારતીય ફિલ્મ જગતમાં દુઃખની લાગણી વ્યાપી છે. ચંદ્રા બરોટને સૌથી વધુ ઓળખ 1978ની આઇકોનિક ફિલ્મ ‘Don’ માટે મળી હતી, જેના...
ગુજરાતમાં કામની રાજનીતિનો ઉછાળો: વિરમગામમાં 100થી વધુ કાર્યકરો AAPમાં જોડાયા
અમદાવાદના વિરમગામમાં આમ આદમી પાર્ટી (AAP) માટે એક મહત્વપૂર્ણ ક્ષણ સર્જાઈ છે જ્યાં 100થી વધુ સામાજિક કાર્યકરોએ પાર્ટી સાથે જોડાણ કર્યું છે. AAPના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીના હસ્તે આ કાર્યકરોને ખેસ પહેરાવીને પાર્ટીમાં સ્વાગત કરવામાં આવ્યું. આગેવાન પીન્ટુભાઈ સહિત અનેક સામાજિક અગ્રણીઓએ AAPની નીતિઓ અને કાર્યશૈલીથી પ્રભાવિત થઈને જોડાણ કરવાનું નક્કી કર્યું છે. ઈસુદાન...
ઉર્ફી જાવેદના હોઠના ઇન્જેક્શન બાદ મોં સોજાઈ ગયું, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
અત્યારે સોશિયલ મીડિયા પર પોતાના વિવાદાસ્પદ લુક અને સ્ટેટમેન્ટ્સ માટે જાણીતી અભિનેત્રી ઉર્ફી જાવેદ ફરી એકવાર ચર્ચામાં આવી છે. તાજેતરમાં ઉર્ફીએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તેણી હોઠના ફિલર્સ ડિજોલ્વ (દૂર કરાવવાની) સારવાર લઈ રહી છે. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે ઇન્જેક્શન લીધા બાદ ઉર્ફીનું મોં સોજાઈ ગયું છે. ઉર્ફીનો કહેવું...
રાજા રઘુવંશી હત્યા કેસમાં ત્રણ આરોપીઓને જામીન
ઇન્દોરના ઉદ્યોગપતિ રાજા રઘુવંશી હત્યા કેસમાં એક નવો વળાંક આવ્યો છે, જ્યાં ત્રણ આરોપીઓને જામીન મળતાં તપાસ એજન્સી સામે અનેક સવાલો ઉભા થયા છે. શિલોંગ પોલીસની તપાસ પર હવે સંશય વ્યક્ત થવા લાગ્યો છે, કારણ કે આરોપીઓ લોકેન્દ્ર તોમર, બલવીર અહિરવાર અને સિલોમ જેમ્સને હજી ચાર્જશીટ દાખલ થયા વિના જામીન મળ્યા છે. આ માહિતી મળતાં...
ઇન્ડોનેશિયામાં દરિયા વચ્ચે જહાજમાં લાગી ભીષણ આગ; 5નાં મોત,280થી વધુ મુસાફરો જીવ બચાવવા સમુદ્રમાં કૂદ્યા
ઇન્ડોનેશિયાના ઉત્તર સુલાવેસી નજીક રવિવારે બપોરે એક ભયાનક મેરિટાઇમ દુર્ઘટના બની હતી, જ્યારે ‘KM Barcelona VA’ નામની ફેરીમાં અચાનક આગ ભભૂકી ઉઠી. આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે દરિયાની વચ્ચે જ જહાજમાં ફસાયેલા 280થી વધુ મુસાફરોને પોતાનો જીવ બચાવવા માટે સમુદ્રમાં કૂદવાનું પડ્યું જેમાં 5થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ઘટનાનો સમય સ્થાનિક સમય...
એર ઇન્ડિયા પ્લેન દુર્ઘટના અંગે અમેરિકન મીડિયા રિપોર્ટને ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ ફગાવ્યો
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ 20 જુલાઈ, રવિવારે, અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયા પ્લેન દુર્ઘટના મામલે વેસ્ટર્ન મીડિયા દ્વારા કરવામાં આવેલી ટીકા અંગે સ્પષ્ટ વિલક્ષણ આપ્યું છે. તેમણે જણાવ્યું કે, એર એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા કરવામાં આવી રહેલી તપાસ પર સરકારને સંપૂર્ણ વિશ્વાસ છે. નાયડુએ એમ પણ જણાવ્યું કે, અગાઉના કેસોમાં વિમાન દુર્ઘટનાના...
રાજ ઠાકરેના નિવેદન સામે ગુજરાતીઓમાં ઉગ્ર રોષ, પાટીદાર સમાજ મેદાને
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરેના વિવાદાસ્પદ નિવેદને ગુજરાતના રાજકીય અને સામાજિક વર્તુળોમાં તોફાન મચાવી દીધું છે. એક જાહેર કાર્યક્રમમાં રાજ ઠાકરેએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ અને પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી. તેમના નિવેદન બાદ સમગ્ર ગુજરાતમાં ભારે રોષ જોવા મળ્યો છે, ખાસ કરીને પાટીદાર સમાજ અને ગુજરાતી સંગઠનો...
સુરતમાં હિટ એન્ડ રનની વધુ એક ચોંકાવનારી ઘટના: કારચાલક પેટ્રોલ પંપ પર મહિલાને કચડીને ફરાર
ગુજરાતના સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પાલોદ ગામમાં હિટ એન્ડ રનની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પેટ્રોલ પંપ પર સફાઈ કરી રહેલી એક મહિલા કર્મચારીને બેફામ કારચાલકે અડફેટે લીધી અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો. અકસ્માત એટલો ઘાતક હતો કે મહિલાને પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ અને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી....
કેન્સરની સર્જરી બાદ દીપિકા કક્કરની વધી મુશ્કેલી, અભિનેત્રીએ શેર કર્યો અનુભવ
ટીવી ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી દીપિકા કક્કર હાલ તેમની જીંદગીની સૌથી મુશ્કેલ લડત લડી રહી છે. હાલમાં જ અભિનેત્રીએ ખુલાસો કર્યો હતો કે તેમને સ્ટેજ 2 લીવર કેન્સર થયું છે અને થોડા દિવસો પહેલા તેમની સર્જરી પણ કરવામાં આવી હતી. જોકે, તેમની સારવાર હજી પૂરી થઈ નથી અને સારવાર દરમિયાન તેમનું શરીર અનેક યાતનાઓમાંથી પસાર થઈ...









