અમદાવાદમાં એર ઇન્ડિયાના ફ્લાઇટ AI171ના ભયાનક અકસ્માત અંગે શુક્રવારની મોડી રાતે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા પ્રારંભિક રિપોર્ટ જાહેર થયો છે. આ રિપોર્ટ બાદ હવે એર ઈન્ડિયા અને બોઇંગની તરફથી તેમની પ્રથમ ઔપચારિક પ્રતિક્રિયા સામે આવી છે. એર ઈન્ડિયાએ તપાસમાં સહયોગ આપવાનું કહ્યું એર ઈન્ડિયાએ શનિવારે X (હવેના ટ્વિટર) પર એક પોસ્ટમાં જણાવ્યું કે,...
Month: July 2025
“તમે ફ્યુઅલ કેમ બંધ કર્યું?”- અમદાવાદ પ્લેન ક્રેશ પહેલા પાયલટ્સ વચ્ચે થયેલી વાતચીત ના અંશ
અમદાવાદના એર ઇન્ડિયા ફ્લાઇટ AI171ના ભયાનક અકસ્માત અંગે ભારતીય વિમાન અકસ્માત તપાસ બ્યુરો (AAIB) દ્વારા પ્રારંભિક અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. આ અહેવાલમાં કોકપીટમાં થયેલી વાતચીત અને ટેકનિકલ ખામીઓના ચોંકાવનારા ખુલાસા થયા છે. ટેકઓફ પછી બંને એન્જિન બંધ 12 જૂને અમદાવાદથી લંડન જતી બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાને ટેકઓફ કર્યા બાદ માત્ર થોડી સેકન્ડમાં જ બંને...
અમદાવાદ પ્લેન દુર્ઘટના: “વિમાનના બંને એન્જિનને ફ્યુઅલ મળતું બંધ થયું હતું” – AAIBનો ખુલાસો
વિમાનના બંને એન્જિનને ઈંધણ આપતી ફ્યુઅલ કટઓફ સ્વિચ 'RUN'થી 'CUTOFF' સ્થિતિમાં એક જ સેકન્ડમાં ગઈ, જેના કારણે એન્જિનને ઈંધણ મળવાનું બંધ થયું.
જાણો શું કહી રહ્યું છે 11 જૂલાઈનું રાશિફળ
રાશિફળનું આપણાં જીવનમાં વિશેષ સ્થાન છે. રાશિફળના આધારે આપણે ભવિષ્યમાં આવનારી ઘટનાઓ, સારો કે ખરાબ સમય કે કયા કાર્યોમાં સફળતા મળે એ વિશે પૂર્વઅનુમાન મેળવી શકીએ છીએ. રાશિફળનું નિર્માણ ગ્રહોની ગતિ, નક્ષત્રોની સ્થિતિ અને અન્ય ખગોળીય ઘનાઓના આધારે થાય છે. તો ચાલો, જાણીએ કે આજનો દિવસ તમારી રાશિ માટે કેવો રહેશે – કયાં ક્ષેત્રે મળશે...
બ્રાઝિલ બાદ હવે કેનેડા પર ફૂટ્યો ટ્રમ્પનો ગુસ્સો, લગાવ્યો 35% ટેરિફ
અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર વૈશ્વિક સ્તરે ટ્રેડ વોર (વેપાર યુદ્ધ)ની શરૂઆત કરી છે. છેલ્લા એક સપ્તાહથી ટ્રમ્પે વિવિધ દેશો પર એક પછી એક ટેરિફ (આયાત શુલ્ક) લગાવવાની જાહેરાત કરી છે, જેને કારણે ઘણા દેશોને આર્થિક ઝટકો લાગ્યો છે. કેનેડા પર 35% ટેરિફ અને ખુલ્લી ધમકી ટ્રમ્પે ગુરુવારે સ્પષ્ટ કર્યું કે આગામી 1 ઓગસ્ટથી...
અચૂક જાણો: રુદ્રાભિષેક અને જલાભિષેક વચ્ચેનો સ્પષ્ટ તફાવત – મોટાભાગના લોકો રહે છે અજાણ
શ્રાવણ માસમાં ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે વિવિધ ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે. તેમા રુદ્રાભિષેક અને જલાભિષેકનો ખાસ મહત્ત્વ છે. ઘણાં ભક્તો બંનેને સમાન માને છે, પણ હકીકતમાં આ બંને વિધિઓ વચ્ચે મહત્વપૂર્ણ તફાવત છે – જે જાણવું ખૂબ જ જરૂરી છે. શું છે જલાભિષેક? જલાભિષેક એટલે ભગવાન શિવને પવિત્ર જળથી અભિષેક કરવો. સામાન્ય રીતે...
સ્ટેટ લેવલ ટેનિસ ખેલાડી રાધિકા યાદવની હત્યા; REEL બનાવવાને લઈને પિતાએ દીકરીને ગોળી મારી
ગુરુગ્રામના સુશાંત લોક ફેઝ-2 વિસ્તારમાં ગુરુવાર, 10 જુલાઈએ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજ્ય સ્તરની ટેનિસ ખેલાડી રાધિકા યાદવની તેમના જ પિતાએ ગોળી મારીને હત્યા કરી નાખી હોવાની ઘટના સામે આવી છે. શરુઆતની માહિતી અનુસાર, રાધિકાના પિતા સોશિયલ મીડિયા પર તેમની દીકરી દ્વારા Reels બનાવવાનો વિરોધ કરતા હતા. પોલીસ દ્વારા મળેલી વિગતો મુજબ, રાધિકા...
ભારતને ઝટકો: ઋષભ પંત ઈજાગ્રસ્ત, વિકેટકીપિંગ માટે ધ્રુવ જુરેલ ઉતર્યા મેદાનમાં
ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચાલી રહેલી ત્રીજી ટેસ્ટના પહેલા જ દિવસે Team India ને મોટો ઝટકો લાગ્યો છે. મુખ્ય વિકેટકીપર ઋષભ પંતને બેટિંગ દરમિયાન બોલ પકડતી વખતે આંગળી પર ઈજા થતાં તેમને મેદાન છોડવું પડ્યું છે. તેમની જગ્યાએ ધ્રુવ જુરેલે વિકેટકીપિંગની જવાબદારી સંભાળી છે. લંડનના લોર્ડ્સ સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સિરીઝનો ત્રીજો મુકાબલો...
કેનેડામાં હવામાં જ અથડાયા બે ટ્રેનિંગ પ્લેન, ભારતીય પાયલટ વિદ્યાર્થી સહિત બેના કરુણ મોત
કેનેડાના મૈનિટોબા શહેર નજીક હવામાં બે ટ્રેનિંગ પ્લેન વચ્ચે અથડામણ થવાની દુર્ઘટનામાં એક ભારતીય વિદ્યાર્થી સહિત બે પાયલટ તાલીમાર્થીઓના કરુણ મોત નીપજ્યા છે. ઘટના મંગળવારે સવારે વિનીપેગથી લગભગ 50 કિમી દક્ષિણપૂર્વમાં સ્થિત સ્ટેઇનબેક નજીક બની હતી. ટ્રેનિંગ દરમિયાન દુર્ઘટના, બંને વિમાનો સામસામે આવ્યા મળતી માહિતી મુજબ, બંને સિંગલ એંજિન ધરાવતા પ્લેન ટેક-ઓફ અને લેન્ડિંગની તાલીમ...
ઈમરજન્સી સમયે લોકશાહીની સ્વતંત્રતા છીનવાઇ, ક્રૂરતા થઈ: શશી થરુરનો પોતાની પાર્ટી કોંગ્રેસ પર જ પ્રહાર
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને તિરુવનંતપુરમના સાંસદ શશી થરુરે ફરી એકવાર પોતાના જ પાર્ટી વિરુદ્ધ ખુલ્લો પ્રહાર કર્યો છે. આ વખતે તેમણે 1975ની કટોકટી (ઈમરજન્સી) ના કાળા યુગ અંગે કોંગ્રેસને જવાબદાર ઠેરવતાં ગંભીર ટિપ્પણીઓ કરી છે. મલયાલમ અખબારમાં લખેલા એક લેખમાં થરૂરે કહ્યું છે કે, “શિસ્ત અને વ્યવસ્થાના નામે તે સમયમાં ગંભીર ક્રૂરતા કરવામાં આવી હતી....









