અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ AMC દ્વારા તપાસના કેન્દ્રમાં આવી છે, કારણ કે શાળાએ જાહેર હેતુ માટે ફાળવેલી જમીનનું લીઝ કરારનો ભંગ કર્યો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર, AMC દ્વારા શૈક્ષણિક હેતુ માટે ફાળવવામાં આવેલ પ્લોટ એજ્યુકેશન ટ્રસ્ટના નામે હોવું જરૂરી હતું, પરંતુ સ્કૂલ સંચાલકોએ આ જમીન પોતાની કંપનીના નામે મેળવી, નિયમોનો ઉલ્લંઘન કર્યું છે.
તેમજ પ્લોટનો ઉપયોગ નિયમો વિરુદ્ધ કરવામાં આવ્યો હતો અને બાંધકામ માટે પ્લાન પાસ કરાવ્યા વિના ગેરકાયદે ઈમ્પેક્ટ ફી સાથે બાંધકામ પણ થયું હતું. AMC હવે કડક કાર્યવાહી માટે તૈયારમાં છે, જેમાં ડીડ રદ કરવું અને પોલીસ ફરિયાદ સહિતની કાનૂની કાર્યવાહીનો સમાવેશ થાય છે.
AMC દ્વારા સ્કૂલ સંચાલકો પાસેથી અનેક દસ્તાવેજોની માંગ કરવામાં આવી છે, જેમાં ધો.1થી 12ના પ્રમાણપત્રોની નકલ, વર્ગ વધારો માટેના પ્રમાણપત્ર, એસીએસઈ બોર્ડ સાથેની એનઓસી, બીયુ પરમિશન અને રજા ચિઠ્ઠી, સ્કૂલ મકાન અને રમતગમત મેદાનના માલિકીની નકલ, ફ્લોરવાઈઝ નકશા, ટ્રસ્ટ ડીડ, પીટીઆરની નકલ, એફિલિએશન સર્ટિફિકેટ, ફાયર એનઓસી, ધોરણવાર વિદ્યાર્થી સંખ્યા, શિક્ષકોની લાયકાત અને પગારના દાખલા, તથા કેમ્પસમાં ચાલતી કોલેજની માન્યતા સંબંધિત દસ્તાવેજોનો સમાવેશ થાય છે. AMCનું મુખ્ય ઉદ્દેશ સ્કૂલ દ્વારા થયેલા ગેરકાયદે અને નિયમ વિરુદ્ધ કાર્ય પર કડક કાર્યવાહી કરવી છે.

Leave a Reply