શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરનો સ્પષ્ટ નિવેદન: ભરતી પ્રક્રિયામાં વિલંબ, છતાં પારદર્શિતા યથાવત

શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરનો સ્પષ્ટ નિવેદન: ભરતી પ્રક્રિયામાં વિલંબ, છતાં પારદર્શિતા યથાવત

ગુજરાત રાજ્યમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં થયેલા વિલંબ અંગે શિક્ષણમંત્રી ડૉ. કુબેર ડિંડોરે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે રાજ્યની ભરતી પ્રક્રિયા સંપૂર્ણ રીતે પારદર્શક રીતે ચાલી રહી છે, પરંતુ ન્યાયિક બાબતો અને કોર્ટ કેસોને કારણે કેટલીક ભરતી પ્રક્રિયાઓમાં વિલંબ થઈ રહ્યો છે.

ડૉ. ડિંડોરે ઉમેદવારોને ખાતરી આપી હતી કે તમામ માટે પૂરતો સમય આપવામાં આવી રહ્યો છે. વેઇટિંગ લિસ્ટ ઓપરેશનને સુચારૂ બનાવવા માટે તેમની ટીમ સાથે ચર્ચાઓ ચાલી રહી છે, જેથી મેરીટ આધારે યોગ્ય ઉમેદવારોને યોગ્ય તક મળી શકે.

શિક્ષણમંત્રી ખાસ કરીને કચ્છ જિલ્લાના ભરતી પ્રક્રિયાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે ત્યાંની ભરતી ઝડપથી અને સુચારૂ રીતે ચાલી રહી છે. તેમણે ઉમેર્યું કે ભવિષ્યમાં નવી TET અને TAT પરીક્ષાઓ યોજવામાં આવશે, જે નવા ઉમેદવારોને પણ તક આપશે.

તેમણે વધુમાં કહ્યું કે રાજ્ય સરકાર તમામ ભરતી પ્રક્રિયાઓમાં પારદર્શિતા અને ન્યાયી પગલાં લેવા માટે પ્રતિબદ્ધ છે, અને જો વિલંબના યોગ્ય કારણો હશે તો તેને દૂર કરવા માટે તમામ પ્રયાસો કરવામાં આવશે.

 

Leave a Reply

Your email address will not be published.