અમદાવાદના દાણીલીમડામાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોર ડબામાં 10 ગાય અને વાછરડાના મરણની ઘટના સામે આવી છે. કોર્પોરેશનની બેદરકારીથી આ મોત થયા હોવા મામલે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ અરજી આપવામાં આવી છે.
કોર્પોરેશનના અધિકારીએ એવો દાવો કર્યો છે કે, મરણ પામેલ પશુઓ કુદરતી કારણોથી મૃત્યુ પામ્યા છે. પોસ્ટમોર્ટમ દરમિયાન એક આખલાની હોજરીમાંથી 12 કિલોગ્રામ પ્લાસ્ટિક મળી આવ્યું હતું. મળેલી માહિતી અનુસાર, મંગળવારે સવારે 9 વાગ્યે રુટીન ચેકઅપ દરમિયાન દસ જેટલી ગાય અને વાછરડાના બિમારીના કારણે મૃત્યુ થયાનું જાણવામાં આવ્યું. માલધારી સમાજના આગેવાનો મૃત પશુઓને બતાવવાની માંગણી માટે કોર્પોરેશનમાં પહોંચ્યા, પરંતુ તેઓને સુનિશ્ચિત જવાબ ન મળતા પોલીસ કંટ્રોલમાં જાણ કરવામાં આવી.
પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા બાદ મૃત પશુઓને બતાવવામાં આવ્યા. સી.એન.સી.ડી. વિભાગના અધિકારી દિવ્યેશ સોલંકી જણાવ્યા અનુસાર, દાણીલીમડા ઢોર ડબામાં હાલ 950 ગાય, વાછરડા અને આખલા રાખવામાં આવ્યા છે. કેટલીક ગાયો ન્યુમોનિયાથી પીડિત હોવાની વિગતો મળી છે.
પશુપાલકો દ્વારા કોરોનિક બેદરકારીના આક્ષેપો કર્યા છે. તમામ મૃત પશુઓના પોસ્ટમોર્ટમ તેમની હાજરીમાં કરવામાં આવ્યા છે. પાંચ વર્ષ અગાઉ પણ ઢોર ડબામાં ગાયો અચાનક ગાયબ થઈ જતી હતી, જેમાં 90 ગાય ફરી પરત આવી ગઈ હોવાની ઘટના પાંચ વર્ષ અગાઉ બનવા પામી હતી.

Leave a Reply