યુકી ભાંભરીએ યુએસ ઓપન 2025માં ઈતિહાસ રચ્યો છે. ભારતીય ટેનિસ સ્ટાર યુકી ભાંભરીએ ન્યુઝીલેન્ડના માઈકલ વિનસ સાથે મળીને ટુર્નામેન્ટના ડબલ્સ ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. યુએસ ઓપનમાં આ યુકી ભાંભરીનું શ્રેષ્ઠ પ્રદર્શન ગણાય છે, કારણ કે પોતાના કરિયરમાં તે પહેલેથી કોઈ ગ્રાન્ડસ્લેમ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા ન હતા.
યુકી-માઈકલ વિનસની જોડી જર્મનીના કેવિન ક્રાવિટ્ઝ અને ટિમ પુએટ્ઝને 6-4, 6-4થી હરાવીને આગળ વધ્યો. આ મેચમાં તેમને એક કલાક અને 23 મિનિટનો સમય લાગ્યો હતો. હવે તેઓ ક્રોએશિયાના નિકોલા મેક્ટિચ અને અમેરિકાના રાજીવ રામની જોડી સામે ટકરાશે.
33 વર્ષીય યુકી ભાંભરીની કારકિર્દી ઇજાઓના કારણે પ્રભાવિત રહી છે. સિંગલ્સમાં તે ક્યારેય યુએસ ઓપનમાં પ્રથમ રાઉન્ડથી આગળ ન જઈ શક્યો, પરંતુ ડબલ્સમાં તેણે આ વર્ષે ફ્રેન્ચ ઓપન અને વિમ્બલડનના ત્રીજા રાઉન્ડમાં પણ સ્થાન મેળવ્યું હતું.
જ્યૂનિયર યુએસ ઓપનમાં તમામ ભારતીય ખેલાડીઓ બહાર થયા છે. માયા રાજેશ્વરન રેવતી જુનિયર કેટેગરીમાં બીજા રાઉન્ડમાં બ્રિટનની હેન્ના ક્લુગમેન સામે 6-7, 6-4, 3-6થી હારી ગઈ, જ્યારે હિતેશ ચૌહાણ અને કૃષ ત્યાગીની જોડી ડબલ્સમાં બીજા રાઉન્ડમાં હારી ગઈ.
મેન્સ સિંગલ્સમાં દિગ્ગજ ખેલાડી નોવાક જોકોવિચ અને યુવા સ્ટાર કાર્લોસ અલ્કારેજે સેમિફાઈનલમાં સ્થાન બનાવી લીધો છે. જોકોવિચે અમેરિકન ટેલર ફ્રિટ્ઝને 6-3, 7-5, 3-6, 6-4થી હરાવ્યું, જ્યારે અલ્કારેજે જિરી લેહેકાને 6-4, 6-2, 6-4થી હરાવ્યું. હવે સેમિફાઈનલમાં જોકોવિચ અને અલ્કારેજનો મુકાબલો થશે.

Leave a Reply