રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને વિશ્વભરમાં ચિંતાનો માહોલ છે. હાલમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન અને જર્મનીના વિદેશ મંત્રી સાથેની વાતચીત બાદ યુરોપિયન યુનિયન (EU) કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર ચર્ચા કરી છે. યુરોપિયન યુનિયનના અધ્યક્ષએ જણાવ્યું કે, રશિયાએ આક્રમકતા બંધ કરીને શાંતિનો માર્ગ અપનાવવો...
Day: September 4, 2025
MPમાં નવજાત બાળકોના મૃત્યુ મામલે રાહુલ ગાંધી ભડક્યા, હોસ્પિટલની બેદરકારી પર પ્રહાર
મધ્યપ્રદેશના ઈન્દોરમાં મહારાજા યશવંતરાવ સરકારી હોસ્પિટલમાં સર્જાયેલી ઘટનાને લઈને રાજકારણ ગરમાયું છે. હોસ્પિટલના NICU વોર્ડમાં બે નવજાત બાળકો ઉંદરો કરડવાથી મૃત્યુ પામ્યા હોવાના આરોપો બાદ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીનો દબાણ વધ્યું છે. તેમણે આ ઘટનાને હત્યા ગણાવતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ પર પ્રહાર કર્યો છે. રાહુલ ગાંધીએ પોતાના વોટ્સએપ ચેનલ પર...
બાબરાની ખાનગી શાળાના સંચાલક સામે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ, વિદ્યાર્થી સાથે અડપલાંનો આરોપ
અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં શિક્ષણ જગતને કલંકિત કરતો એક ગંભીર કિસ્સો બહાર આવ્યો છે. કોટડા પીઠા ગામની રિદ્ધિ સિદ્ધિ સ્કૂલના સંચાલક શૈલેષ શંભુભાઈ ખુટ (ઉંમર 39 વર્ષ) સામે ધોરણ 7ના વિદ્યાર્થી સાથે અડપલાં કરવાનો આક્ષેપ થયો છે. આ મામલે પોક્સો (POCSO) એક્ટ હેઠળ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. માહિતી મુજબ, સંચાલક પર વિદ્યાર્થી સાથે ચારથી પાંચ...
જામનગરમાં અનોખું ગણપતિ મ્યુઝિયમ: નિવૃત્ત બેંક કર્મચારીએ 3000થી વધુ મૂર્તિઓનો સંગ્રહ તૈયાર કર્યો
જામનગર શહેરમાં ગણેશ ભક્તો માટે એક અનોખું આકર્ષણ ઉભું થયું છે. શહેરના પટેલ કોલોની વિસ્તારમાં રહેતા નિવૃત્ત બેંક કર્મચારી દિલીપભાઈ ધ્રુવએ છેલ્લા 40 વર્ષથી અનોખો શોખ પૂરું કરતાં 3000થી વધુ ગણપતિની મૂર્તિઓનો સંગ્રહ તૈયાર કર્યો છે. આ કલેક્શન કોઈ મ્યુઝિયમથી ઓછું નથી, કારણ કે અહીં એક ઈંચથી લઈને ત્રણ ફૂટ સુધીના વિવિધ સ્વરૂપોમાં ગણપતિ જોવા...
ચીન વિક્તોરી ડે પરેડ: પુતિન-જિનપિંગ-કિમ જૉંગ ઉન વચ્ચે 150 વર્ષ સુધી જીવવાની ચર્ચા વાયરલ
ચીનમાં યોજાયેલી વિક્તોરી ડે પરેડ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉન વચ્ચે એક આશ્ચર્યજનક અને વૈશ્વિક ધ્યાન ખેંચનારી વાતચીત નોંધાઈ છે. વાયરલ થયેલા વિડિયોમાં તેઓ બાયો-ટેક્નોલોજીની મદદથી માનવી 150 વર્ષ સુધી જીવવા અંગે ચર્ચા કરતા જોવા મળે છે. આ દરમિયાન કિમ જોંગ ઉન હસતા...
સોનિયા ગાંધી સામે ગુનાહિત ફરિયાદ દાખલ, નાગરિકતા પહેલા મતદાર યાદીમાં નામ હોવાનો આક્ષેપ
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં કોંગ્રેસની ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી સામે ગુનાહિત ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ વકીલ વિકાસ ત્રિપાઠીએ દાખલ કરી છે. તેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે સોનિયાએ ભારતીય નાગરિકતા પ્રાપ્ત કરતા પહેલા મતદાર યાદીમાં નામ સામેલ કરવા માટે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો. માહિતી અનુસાર, સોનિયાનું નામ 1980માં નવી દિલ્હીની મતદાર યાદીમાં ઉમેરાયું...
નેપાળમાં 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ, ફેસબુક-ઈન્સ્ટાગ્રામ-વોટ્સએપ સહિત
નેપાળ સરકાર દ્વારા દેશના તમામ લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ન્યૂઝ એજન્સી ના જણાવ્યા અનુસાર, નેપાળ ટેલિકોમ ઓથોરિટીને 26 સોશિયલ મીડિયા વેબસાઇટ્સને બ્લોક કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આમાં ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, મેસેન્જર, વોટ્સએપ, યુટ્યુબ, ટ્વિટર, લિંક્ડઇન, સ્નેપચેટ, રેડિટ, ડિસ્કોર્ડ, પિન્ટરેસ્ટ, સિગ્નલ, થ્રેડ્સ, વીચેટ, ક્વોરા, ટમ્બલર, ક્લબહાઉસ, રમ્બલ, MI વીડીયો, MI વાઇકે,...
PM મોદીએ GST સુધારાની જાહેરાત કરી, કહ્યું- 5% અને 18% સ્લેબથી મધ્યમ વર્ગ અને ગરીબોને મોટી રાહત
કેન્દ્રીય GSTમાં કરેલા તાજેતરના સુધારાઓ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરમાં મોટું નિવેદન આપ્યું છે. દિલ્હીમાં એક કાર્યક્રમમાં મોદીએ જણાવ્યું કે હવે GST વધુ સરળ અને અસરકારક બની ગયું છે. તેમણે કહ્યું, “ભારત સરકારે રાજ્યો સાથે મળીને GSTમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. હવે GSTનો મુખ્યત્વે માત્ર બે જ રેટ રહેશે, 5% અને 18%, અને નવરાત્રિના પ્રથમ...
UPI યુઝર્સ માટે મોટી છૂટ: 15 સપ્ટેમ્બરથી 24 કલાકમાં 10 લાખ રૂપિયાં ટ્રાન્ઝેક્શન શક્ય
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ UPI ટ્રાન્ઝેક્શન્સ માટે નવી મર્યાદાઓ જાહેર કરી છે. 15 સપ્ટેમ્બર 2025થી અમલમાં આવતા નવા નિયમ મુજબ, યુપીઆઈ દ્વારા મોટા વ્યવહારો જેમ કે ટેક્સ ચૂકવણી, લોન ઈએમઆઈ, વીમા પ્રીમિયમ, શેરબજારમાં રોકાણ માટે દૈનિક 10 લાખ રૂપિયા સુધીની લિમિટ આપવામાં આવી છે. અગાઉ આ મર્યાદા માત્ર 1 લાખ રૂપિયા હતી. નવી...
પુતિનનો મોટો નિર્ણય: ઝેલેન્સ્કી મોસ્કોમાં આવીને વાતચીત કરે તો શક્ય છે યુદ્ધનો અંત
યુક્રેનમાં ચાલુ યદ્ધ વચ્ચે રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનનો મોટો નિર્ણય સામે આવ્યો છે. ચીન સાથે નવી ગેસ પાઇપલાઇન કરાર પર હસ્તાક્ષર કર્યા પછી પુતિને જણાવ્યું કે જો સમજદારીથી વાતચીત થાય તો યુદ્ધનો અંત શાંતિપૂર્ણ રીતે આવી શકે છે. તેમણે કહ્યું, “જો યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી વાત કરવા ઈચ્છે છે, તો મોસ્કોમાં આવવાની તૈયારી છે. પરંતુ વાતચીત...









