હુક્કા વિવાદ અંગે ઈરફાન-ધોનીના ફેન્સ વચ્ચે સોશિયલ મીડિયામાં વૉર, ક્રિકેટરે પણ તોડ્યું મૌન

Home » Latest Update » હુક્કા વિવાદ અંગે ઈરફાન-ધોનીના ફેન્સ વચ્ચે સોશિયલ મીડિયામાં વૉર, ક્રિકેટરે પણ તોડ્યું મૌન
હુક્કા-વિવાદ-અંગે-ઈરફાન-ધોનીના-ફેન્સ-વચ્ચે-સોશિયલ-મીડિયામાં-વૉર,-ક્રિકેટરે-પણ-તોડ્યું-મૌન

Irfan Pathan Breaks Silence Hookah Controversy: ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણ ફરી એકવાર ચર્ચામાં છે. તેનું કારણ એક જૂનો ઈન્ટરવ્યૂ છે, જેમાં તેણે ઈશારો કર્યો હતો કે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હુક્કો પીવે છે અને જે ખેલાડીઓ તેની સાથે આ સેશન્સમાં સામેલ થતા હતા, તેઓ તેના નજીકના બની જતા હતા. 

ઈરફાન પઠાણે આ વાત મજાકમાં કહી હતી, પરંતુ હવે તેને લઈને સોશિયલ મીડિયા પર વિવાદ છેડાઈ ગયો છે. કેટલાક લોકો ધોની પર પક્ષપાત કરવાનો આરોપ લગાવી રહ્યા છે, તો કેટલાક લોકોએ ઈરફાન પર જ પૂર્વ કેપ્ટનની છબિ ખરાબ કરવાનો આરોપ લગાવી રહ્યા છે. હવે ઈરફાન પઠાણે આ સમગ્ર મામલે મૌન તોડ્યું છે. 

3 સપ્ટેમ્બરના રોજ ઈરફાન પઠાણે ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને જન્મદિવસના અભિનંદન પાઠવવા માટે X પર પોસ્ટ શેર કરી હતી. આ જ પોસ્ટ પર એક ચાહકે ઈરફાનને મજાકમાં પૂછ્યું કે, ‘પઠાણ ભાઈ, હુક્કાનું શું થયું?’

હું અને ધોની સાથે બેસીને પીશું: ઈરફાન પઠાણ

ચાહકના સવાલ પર ઈરફાન પઠાણે રમૂજ અંદાજમાં જવાબ આપ્યો કે, ‘હું અને મહેન્દ્ર સિંહ ધોની સાથે બેસીને પીશું. આ એક જૂનો વીડિયો છે, જેને હવે તોડી-મરોડીને રજૂ કરાઈ રહ્યો છે.’

તેમણે સંકેત આપ્યો કે આની પાછળ ફેન વોર અથવા કોઈ પીઆર લોબીનો હાથ હોઇ શકે છે.

ઈરફાન પઠાણે લખ્યું કે, ‘આ નિવેદનના સંદર્ભને તોડી-મરોડીને રજૂ કરીને અડધો દાયકા જૂનો વીડિયો સામે આવ્યો છે. ફેન વોર? પીઆર લોબી?’

ઈરફાન પઠાણ T20 વર્લ્ડ કપ 2007ની ફાઈનલમાં ભારતીય ટીમની જીતનો હીરો રહ્યો હતો. ત્યારબાદ તેણે પાકિસ્તાન સામેની મેચમાં 16 રન આપીને ત્રણ વિકેટ લીધી અને ‘પ્લેયર ઓફ ધ મેચ’ બન્યો. ઈરફાને પોતાની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ વર્ષ 2012માં રમ્યો હતો. ત્યારબાદ વર્ષ 2020માં તેણે ૩૫ વર્ષની ઉંમરે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી. એક સમયે કપિલ દેવ પછી ઈરફાનને ભારતના આગામી મોટા ઓલરાઉન્ડર માનવામાં આવતા હતા, પરંતુ ઈજાઓ અને મર્યાદિત તકોને કારણે તેની કારકિર્દી લાંબો સમય ટકી ન શકી.

ઈરફાન પઠાણનો જે વીડિયો ઈન્ટરવ્યુ વાઈરલ થઈ રહ્યું છે, તેમાં તે 2008ના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન રમાયેલી સીબી સીરિઝ વિશે વાત કરી રહ્યો છે. તેણે ઈન્ટરવ્યૂમાં તે ઘટનાને યાદ કરી જ્યારે તેણે ધોની સાથે મીડિયા રિપોર્ટ્સ વિશે વાત કરી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે કેપ્ટન તેની બોલિંગથી ખુશ નથી. આ સમય દરમિયાન હુક્કાની વાત પણ સામે આવી હતી.

આ પણ વાંચો: અશ્વિન બાદ ટીમ ઈન્ડિયાના વધુ એક દિગ્ગજ સ્પિનરે તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

ઈરફાન પઠાણે કહ્યું હતું કે, ‘મારી એવી ટેવ નથી કે, હું કોઈના રૂમમાં હુક્કો સેટ કરું અથવા તો એવી વાતો કરું. બધા જાણે છે. ક્યારેક-ક્યારેક મૌન રહેવુ જ સારું છે. ક્રિકેટરનું અસલી કામ મેદાન પર છે અને મારું ફોક્સ ત્યાં જ રહેતું હતું.’

ઈરફાન પઠાણનું ઈન્ટરનેશનલ કરિયર?

ઇરફાન પઠાણે 29 ટેસ્ટ મેચોમાં 31.57ની એવરેજથી 1105 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 1 સદી અને 6 અડધી સદી ફટકારી. બોલિંગમાં તેણે 32.26ની એવરેજથી 100 વિકેટ ખેરવી હતી. વન-ડે ક્રિકેટમાં ઈરફાને 120 મેચોમાં 23.39ની એવરેજથી 1544 રન બનાવ્યા છે. તેણે વન-ડે ઈન્ટરનેશનલમાં કુલ 173 વિકેટ લીધી અને તેની એવરેજ 29.72 રહી. T20 ઈન્ટરનેશનલમાં ઈરફાને 24 મેચ રમી અને 172 રન બનાવ્યા અને 28 વિકેટ ઝડપી છે.

Leave a Reply

Your email address will not be published.