ભારતીય ટીમનો ‘ગબ્બર’ ઈડીના રડારમાં, ગેરકાયદે સટ્ટાબાજી એપ કેસમાં પૂછપરછ માટે તેડું

Home » Latest Update » ભારતીય ટીમનો ‘ગબ્બર’ ઈડીના રડારમાં, ગેરકાયદે સટ્ટાબાજી એપ કેસમાં પૂછપરછ માટે તેડું
ભારતીય-ટીમનો-‘ગબ્બર’-ઈડીના-રડારમાં,-ગેરકાયદે-સટ્ટાબાજી-એપ-કેસમાં-પૂછપરછ-માટે-તેડું

Shikhar Dhawan Summoned By ED: પૂર્વ ભારતીય ક્રિકેટર શિખર ધવન પણ હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના રડારમાં છે. શિખર ધવનને ગેરકાયદે સટ્ટાબાજી એપ સાથે સંબંધિત મની લોન્ડરિંગ તપાસના સંદર્ભમાં  ગુરુવારે (ચોથી સપ્ટેમ્બર) ઈડી દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે. હાલ તે ઈડી ઓફિસ પહોંચ્યા છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઈડીએ અગાઉ આ કેસમાં કેટલાક ક્રિકેટરોની પૂછપરછ કરી હતી, જેમાં પૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાનો પણ સમાવેશ થાય છે. ઈડીએ સુરેશ રૈનાની 8 કલાક પૂછપરછ કરી હતી અને તેમનું નિવેદન નોંધ્યું હતું.

જાણો શું છે મામલો

અહેવાલો અનુસાર, કેન્દ્રીય તપાસ એજન્સી ઈડીએ 1xBet નામની ગેરકાયદે સટ્ટાબાજી એપ સાથે સંબંધિત આ તપાસના ભાગ રૂપે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ શિખર ધવનનું નિવેદન નોંધશે. નોંધનીય છે કે, 39 વર્ષીય પૂર્વ ભારતીય ક્રિકેટર શિખર ધવન કેટલીક જાહેરાતો દ્વારા આ એપ સાથે સંકળાયેલા હતા. 

ઈડી પૂછપરછ દરમિયાન આ એપ સાથેના તેમના સંબંધો શોધવા માંગે છે. તપાસ એજન્સી ગેરકાયદે સટ્ટાબાજી એપ સાથે સંબંધિત આવા ઘણાં કેસોની તપાસ કરી રહી છે, જેના પર ઘણાં લોકો અને રોકાણકારોને કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાનો અથવા મોટી રકમનો કરચોરી કરવાનો આરોપ છે.

આ પણ વાંચો: ક્રિકેટ ચાહકો માટે IPL નિહાળવું મોંઘુ થશે, ટિકિટ પર લાગશે 40% GST, જાણો નવા રેટ

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે તાજેતરમાં જ પૈસાથી ઓનલાઈન ગેમિંગ પર પ્રતિબંધ મૂકતો કાયદો લાવ્યો છે. આવી સ્થિતિમાં હવે આવી એપનું કોઈ પ્રમોશન થશે નહીં અને ન તો તેનો ભારતમાં કાયદેસર ઉપયોગ થઈ શકશે. ઈડીએ સુરેશ રૈનાને આ એપ સાથેના તેમના સંબંધો, તેના પ્રમોશનથી થતી કમાણી અને બંને પક્ષો વચ્ચેના સંદેશાવ્યવહારના માધ્યમ વિશે પૂછપરછ કરી હતી. શિખર ધવન સાથે પણ આવું જ થવાનું છે. એજન્સીએ તાજેતરમાં આ મામલે પૂછપરછ માટે ગૂગલ અને મેટાના પ્રતિનિધિઓને બોલાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.