અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં ચોંકાવનારી ઘટના બની છે. ગાંધીનગર સચિવાલયમાં ફરજ બજાવતા ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (GAS) કેડરના અધિકારી મનોજકુમાર પૂજારા તેમના નિવાસસ્થાનમાં મૃત હાલતમાં મળી આવ્યા. પુરતી માહિતી અનુસાર તેઓ લોકલ ફંડના નિરીક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને વસ્ત્રાપુરની સરકારી વસાહતમાં એકલા રહેતા હતા.
આ ઘટના આજ સવારે સામેન આવી, જ્યારે તેમના ડ્રાઈવરે તેમને લેવા આવ્યા હતા અને દરવાજો ખખડાવ્યા છતાં અંદરથી કોઈ પ્રત્યુત્તર ન મળ્યો. વારંવાર પ્રયાસ કર્યા પછી પણ દરવાજો ખોલવામાં ન આવ્યું, તો ડ્રાઈવરે ગાંધીનગરના સચિવાલય સ્થિત કચેરીને જાણ કરી. ઘટનાની જાણ થતાં વસ્ત્રાપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી અને દરવાજો તોડીને અંદર પ્રવેશતા મનોજકુમાર પૂજારાનો મૃતદેહ મળ્યો.
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે અને આત્મહત્યા પાછળનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે. હાલમાં તે જાણવા માટે તપાસ કરવામાં આવી રહી છે કે શું તેઓની સાથે કોઈ સુસાઈડ નોટ મળી છે કે કેમ. આ ઘટનાએ સરકારી વર્તુળોમાં શોકનું મોજું ઉઠાવી દીધું છે.
પોલીસ જણાવે છે કે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાઈ રહી છે, જેથી GAS અધિકારીએ આ કડક પગલું શા માટે ભર્યું તે અંગેની હકીકત સામે આવી શકે.

Leave a Reply