Day: September 4, 2025

GST સુધારામાં રાહુલ ગાંધીની સલાહને મંજૂરી, કોંગ્રેસએ કેન્દ્ર પર કટાક્ષ કર્યો
Post

GST સુધારામાં રાહુલ ગાંધીની સલાહને મંજૂરી, કોંગ્રેસએ કેન્દ્ર પર કટાક્ષ કર્યો

કેન્દ્રીય સરકારની GST નીતિમાં બદલાવ અંગે કોંગ્રેસે NDA પર કટાક્ષ કર્યો છે. પાર્ટીનો દાવો છે કે વર્ષોથી રાહુલ ગાંધીની સલાહ અવગણાઈ રહી હતી, પરંતુ હજી કરેલા તાજેતરના ફેરફારો એ દર્શાવે છે કે અંતે NDAએ તેમની સલાહ સ્વીકારી લીધી. કોંગ્રેસે GST 2.0 હેતુથી વ્યાપક દર ઘટાડો અને મહત્વના માલ-સામાન પર GST ઘટાડવાનો તેમજ MSME માટે ટેક્સના...

કોંગ્રેસે ગડકરીના પુત્રો પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવ્યા, 20% ઈથેનોલ યોજના પર આક્ષેપ
Post

કોંગ્રેસે ગડકરીના પુત્રો પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવ્યા, 20% ઈથેનોલ યોજના પર આક્ષેપ

કૉંગ્રેસે ગુરુવારે કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરી પર ગંભીર ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા છે. પાર્ટી દાવો કરે છે કે ગડકરીના પુત્રોની ઈથેનોલ ઉત્પાદક કંપનીઓએ સરકારની નીતિનો લાભ ઉઠાવી નોંધપાત્ર નફો કમાવ્યો છે. કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ જણાવ્યું કે, નીખિલ ગડકરી અને સારંગ ગડકરીની કંપનીઓ (Cian Agro Industries & Infrastructure Ltd અને Manas Agro Industries And Infrastructure Ltd)...

ગાંધીનગરમાં હવે AI દ્વારા ડ્રાઈવિંગ ટેસ્ટ, લાયસન્સ માટે ‘સેટિંગ’ બંધ
Post

ગાંધીનગરમાં હવે AI દ્વારા ડ્રાઈવિંગ ટેસ્ટ, લાયસન્સ માટે ‘સેટિંગ’ બંધ

ગાંધીનગર: ડ્રાઈવિંગ લાયસન્સ માટે હવે માનવ નિરીક્ષણની જગ્યાએ કૃત્રિમ બુદ્ધિ (AI) આધારીત સિસ્ટમથી ડ્રાઈવિંગ ટેસ્ટનું મૂલ્યાંકન કરવામાં આવશે. અગાઉ, ડ્રાઈવિંગ ટેસ્ટ દરમિયાન સેન્સર, કેમેરા અને RTO ઇન્સ્પેક્ટર દ્વારા પદ્ધતિ અનુસાર પારખ કરવામાં આવતી હતી. નવા વ્યવસ્થામાં ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક પર AI કેમેરા દ્વારા સમગ્ર પરીક્ષણનું નિરીક્ષણ થશે અને ટેસ્ટ પૂરી થયા પછી પાસ કે નાપાસની...

ગોધરાના દશા ફાટક પાસે અધૂરા અંડરપાસથી લોકોને હાલાકી, મૃતદેહ અને એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી
Post

ગોધરાના દશા ફાટક પાસે અધૂરા અંડરપાસથી લોકોને હાલાકી, મૃતદેહ અને એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી

ગોધરા: ગોધરાના દશા ફાટક પાસે બે વર્ષથી અધૂરા અંડરપાસના કારણે સ્થાનિક લોકોને રોજિંદા જીવનમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંડરપાસના અધૂરા કામના કારણે મુખ્ય માર્ગ બંધ છે, જેના કારણે સામાન્ય અવરજવર, શાળા-કોર્પોરેટ પ્રવાસ, વૃદ્ધો અને બાળકો માટે ગભરાહટભર્યા સ્થિતિ સર્જાઈ છે. સૌથી ગંભીર બાબત એ છે કે મૃત્યુ થાય ત્યારે મૃતદેહને અંતિમ...

મહારાષ્ટ્રમાં પ્રાઇવેટ કર્મચારીઓ માટે દૈનિક કામના કલાક 9થી વધારી 10 અને ઓવરટાઈમ માટે બમણું વેતન
Post

મહારાષ્ટ્રમાં પ્રાઇવેટ કર્મચારીઓ માટે દૈનિક કામના કલાક 9થી વધારી 10 અને ઓવરટાઈમ માટે બમણું વેતન

મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે બુધવારે પ્રાઇવેટ ક્ષેત્રના કર્મચારીઓ માટે મહત્તમ દૈનિક કામના કલાકોને વર્તમાન 9 કલાકથી વધારીને 10 કલાક કરવા માટે કાયદામાં સુધારા મંજુર કર્યા છે. કેબિનેટના નિર્ણયનો હેતુ રાજ્યમાં રોકાણ આકર્ષિત કરવું, નોકરીઓનું સર્જન કરવું અને શ્રમિકોના અધિકારોનું રક્ષણ કરવાનું છે. મુખ્યમંત્રી દેવેદ્ર ફડણવીસની અધ્યક્ષતામાં મંજુર કરાયેલા ફેરફારો કાયદેસર ફેક્ટરી એક્ટ, 1948 અને મહારાષ્ટ્ર દુકાનો...

બંગાળ વિધાનસભામાં ભારે હોબાળો: ભાજપ-ટીએમસી ધારાસભ્યો વચ્ચે મારામારી
Post

બંગાળ વિધાનસભામાં ભારે હોબાળો: ભાજપ-ટીએમસી ધારાસભ્યો વચ્ચે મારામારી

પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ગુરૂવારે ભારે હોબાળો થયો હતો, જ્યાં શાસક પક્ષ તૃણમૂલ કૉંગ્રેસ (TMC) અને વિપક્ષ ભાજપના ધારાસભ્યો મારામારી પર ઉતર્યા. મામલામાં બંગાળ ભાજપના ચીફ વ્હિપ શંકર ઘોષની તબિયત લથડી હતી અને તેમને તરત એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું. હોબાળો ત્યારે શરૂ થયો જ્યારે સરકારનો કથિત પ્રવાસીઓ પર અત્યાચાર સંબંધિત પ્રસ્તાવ ચર્ચામાં આવ્યો. મુખ્યમંત્રી મમતા...

GST સુધારા: સિગારેટ-તમાકુ પર 40% GST, બીડી માટે માત્ર 18% – કારણ શું?
Post

GST સુધારા: સિગારેટ-તમાકુ પર 40% GST, બીડી માટે માત્ર 18% – કારણ શું?

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા GST સુધારણા હેઠળ તમાકુ ઉત્પાદનો પર ટેક્સના નવા દર જાહેર કરવામાં આવ્યા છે. પાનમસાલા, સિગારેટ, ગુટખા, જર્દા અને ધૂમ્રપાન માટેના નિકોટિન ધરાવતા અન્ય તમાકુ ઉત્પાદનો પર હવે 40% GST લાગશે. આ ટેક્સ ફેક્ટરી ભાવની જગ્યાએ રિટેલ કિંમતો પર લાગુ પડશે, એટલે કે ગ્રાહકો જે કિંમતે ખરીદી કરે છે, તેની સીધી...

5-સ્ટાર-બોલર-જેમણે-આખી-કારકિર્દીમાં-એક-પણ-નો-બોલ-ન-ફેંક્યો,-લિસ્ટમાં-એક-ભારતીય
Post

5 સ્ટાર બોલર જેમણે આખી કારકિર્દીમાં એક પણ નો બોલ ન ફેંક્યો, લિસ્ટમાં એક ભારતીય

5 Star Bowlers Who Never Bowled A Single No Ball In Their Entire Career: ક્રિકેટની રમતમાં નો બોલ ફેંકવો એ ખૂબ જ સામાન્ય છે. ઘણી વખત બોલરનો પગ ક્રીઝની બહાર નીકળી જાય છે અથવા બોલ ફુલમાંથી ફૂલ ટોસ છૂટવા પર પણ નો બોલ થઈ જાય છે. આવું કોઈ પણ બોલર પોતાની મરજીથી નથી કરતો અને...

ગુજરાતમાં સતત 4 દિવસ ભારે વરસાદ માટે રેડ-ઓરેન્જ એલર્ટ, કચ્છમાં પણ પ્રચંડ વરસાદની આગાહી
Post

ગુજરાતમાં સતત 4 દિવસ ભારે વરસાદ માટે રેડ-ઓરેન્જ એલર્ટ, કચ્છમાં પણ પ્રચંડ વરસાદની આગાહી

અમદાવાદ: હવામાન વિભાગે ગુજરાતમાં આગામી ચાર દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે અને વિવિધ જિલ્લામાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યા છે. 4 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લામાં રેડ એલર્ટ આપાયો હતો. રાજ્યના 12 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને 10 જિલ્લામાં યલો એલર્ટ આપવાની સૂચના હતી. 5 સપ્ટેમ્બરે નવસારી, ડાંગ,...

મા અંબાના પ્રસાદમાં આદિવાસી લોકસંગીતનો લહેકો, શ્રદ્ધા અને પરંપરાનો અનોખો સંગમ
Post

મા અંબાના પ્રસાદમાં આદિવાસી લોકસંગીતનો લહેકો, શ્રદ્ધા અને પરંપરાનો અનોખો સંગમ

અમ્બાજી: શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો શ્રદ્ધાળુઓની અદમ્ય શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવાયો. ત્રીજા દિવસે, 7.70 લાખથી વધુ ભક્તોએ મા અંબાના દર્શન કરીને માથું ઝુકાવ્યું અને મંદિરના ચારચોકમાં “જય માં અંબે” ના નારા ગુંજતા ભક્તિભર્યું વાતાવરણ સર્જાયું. મહામેળાના પ્રસાદનું વિતરણ એક અનોખી રીતમાં થઈ રહ્યું છે, જ્યાં આદિવાસી સમાજની પરંપરા અને લોકસંગીત સાથે ધાર્મિક શ્રદ્ધાનું...