અમદાવાદમાં સમોસાની ચટણીમાંથી નીકળી ગરોળી, AMCમાં ફરિયાદ નોંધાવી

અમદાવાદમાં સમોસાની ચટણીમાંથી નીકળી ગરોળી, AMCમાં ફરિયાદ નોંધાવી

અમદાવાદ: ખાણીપીણીની વસ્તુમાં ક્યારેક જીવજંતુ નીકળવાના કિસ્સાઓ સામે આવતા હોય છે, ત્યારે વેજલપુરમાં સમોસાની ચટણીમાંથી ગરોળી નીકળતા ચોંકાવનારી ઘટના બન્યાની જાણ મળી છે. શહેરના વેજલપુરમાં શ્રેયસ કોમ્પ્લેક્સની સામે આવેલી રામદેવ ચોળાફળી નામની દુકાનમાંથી મહિલા સમોસા અને ચટણી ખરીદીને ઘરે જતા, ચટણીમાં મૃત ગરોળી જોવા મળતા મહિલા ચોંકી ઉઠ્યા હતા.

ઘટનાની જાણ દુકાનદારને કરવામાં આવી, પરંતુ દુકાનદાર દાવાઓ સ્વીકારવા માટે તૈયાર નહોતો. મહિલાએ આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ નોંધાવી છે. હવે જોવાનું રહ્યું કે AMC દ્વારા દુકાનદાર વિરુદ્ધ કયા પગલાં લેવામાં આવશે અને સમોસા ચટણીના સુરક્ષા ધોરણોની તપાસ કેવી રીતે થશે.

 

 

Leave a Reply

Your email address will not be published.