ચીન-પાકિસ્તાન સંબંધોમાં તિરાડ, કરોડો ડોલરની રોકાણ બાબતમાં ફેરફાર

ચીન-પાકિસ્તાન સંબંધોમાં તિરાડ, કરોડો ડોલરની રોકાણ બાબતમાં ફેરફાર

નવી દિલ્હી : ચીન અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો હાલમાં સામાન્ય દેખાતા નથી. પાકિસ્તાને તેના જૂના રેલવે નેટવર્ક, ખાસ કરીને કરાચી-રોહરી સેક્શનને સુધારવા માટે ચીનને બદલે એશિયન ડેવલપમેન્ટ બેન્ક (ADB) પાસેથી 2 અબજ ડોલરની લોન લેવા માટે નક્કી કર્યું છે. આ પ્રોજેક્ટ ML-1 તરીકે ઓળખાય છે અને પહેલે ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર (CPEC)નો સૌથી મોટો અને મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ માનવામાં આવતો હતો.

ચીનના આ પ્રોજેક્ટમાંથી ખસી જવાનું મુખ્ય કારણ પાકિસ્તાનની નબળી આર્થિક સ્થિતિ અને લોન ચૂકવવામાં સમસ્યાઓ છે. ચીને આ પહેલા પાકિસ્તાનમાં કરોડો ડોલરની રોકાણ કરી છે, જ્યાં ચીનને તેના પૈસા પાછા મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. ચીન તેના અર્થતંત્ર પરના દબાણને ધ્યાનમાં રાખીને વધુ જોખમી રોકાણોમાંથી ખસી રહ્યું છે. આ સ્પષ્ટ કરે છે કે જ્યારે આર્થિક પરિસ્થિતિ જોખમમાં હોય છે, ત્યારે સર્વકાલીન મિત્રો પણ ખસી શકે છે.

ML-1 રેલવે લાઇન અપગ્રેડ કરવું ખાસ મહત્વપૂર્ણ છે, કારણ કે બલુચિસ્તાનમાં આવેલી રેકો દિક તાંબા અને સોનાની ખાણથી મોટા પ્રમાણમાં ખનિજનો પરિવહન કરવા માટે જુની લાઇન પર્યાપ્ત મજબૂત નથી. ADBએ આ પ્રોજેક્ટમાં રસ બતાવ્યો છે અને રેકો દિક ખાણ માટે 410 મિલિયન ડોલર આપવાનું વચન પણ આપ્યું છે.

પાકિસ્તાન હવે ફક્ત ચીન પર આધાર રાખવા માટે તૈયાર નથી. તે બહુ-પરિમાણીય વિદેશ નીતિ તરફ આગળ વધી રહ્યું છે, જેમાં ચીન, અમેરિકા અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ જેમ કે ADB અને IMF સામેલ છે. પાકિસ્તાન અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં સુધારો જોવા મળ્યો છે, જ્યારે અમેરિકાએ પાકિસ્તાની ઓઈલ રિઝર્વ બનાવવાની જાહેરાત કરી છે. પાકિસ્તાની આર્મી ચીફ આસિમ મુનીરે જણાવ્યું કે, “અમે એક મિત્ર માટે બીજાને બલિદાન આપીશું નહીં,” જે પાકિસ્તાની વૈવિધ્યસભર વિદેશ નીતિ તરફના પ્રયત્નોને દર્શાવે છે.

 

Leave a Reply

Your email address will not be published.