Hockey Asia Cup 2025 : ભારતીય હોકી ટીમે હોકી એશિયા કપની સુપર-4 સ્ટેજની છેલ્લી મેચમાં ચીન સામે જોરદાર પ્રદર્શન કરીને 7-0ના મોટા અંતરથી શાનદાર જીત મેળવી છે. બિહારના રાજગીર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રમાયેલી આ મેચમાં ટીમ ઈન્ડિયાએ શરૂઆતથી જ દબદબો જાળવી રાખ્યો હતો. આ શાનદાર જીત સાથે ભારત ટૂર્નામેન્ટની ફાઈનલમાં પહોંચી ગયું છે. હવે ટીમનો મુકાબલો 5 વખતની ચેમ્પિયન સાઉથ કોરિયા સામે ખિતાબ માટે થશે. આ મેચ રવિવારે રમાશે.
અભિષેકે ચાર મિનિટમાં બે ગોલ કર્યા
- મેચની શરૂઆતથી જ ભારતીય ટીમ આક્રમક દેખાઈ હતી. રમતની ચોથી જ મિનિટમાં ભારતે પહેલો ગોલ કરીને લીડ મેળવી લીધી.
- ત્યારબાદ, સાતમી મિનિટમાં મળેલી પેનલ્ટી કોર્નર પર દિલપ્રીત સિંહે શાનદાર ગોલ ફટકાર્યો હતો હાફ ટાઈમ સુધી ભારતીય ટીમ 3-0ની સરસાઈ સાથે આગળ હતી.
- ત્રીજા ક્વાર્ટરમાં ભારતે પોતાની લીડને 5-0 સુધી પહોંચાડી દીધી.
- મેચના અંતિમ ક્વાર્ટરમાં અભિષેકે ચાર મિનિટની અંદર બે ગોલ કરીને ચીનના ખેલાડીઓના મનોબળને તોડી નાખ્યું અને ભારતે 7-0ના વિશાળ અંતરથી શાનદાર વિજય મેળવી લીધો છે.
આ પણ વાંચો : PM મોદી-ટ્રમ્પ વચ્ચે થશે મુલાકાત ! આશિયાન શિખર સંમેલનમાં સાથે જોવા મળવાની સંભાવના
ભારતે ગ્રુપ સ્ટેજમાં ત્રણેય મુકાબલા જીત્યા
હરમનપ્રીત સિંહની કેપ્ટનશીપ હેઠળની ભારતીય ટીમનું પ્રદર્શન આ ટૂર્નામેન્ટમાં ખાસ જોવા મળ્યું છે અને ટીમે અત્યાર સુધી એક પણ મેચ ગુમાવી નથી. ભારતીય ટીમે ગ્રુપ સ્ટેજમાં પણ પોતાના ત્રણેય મુકાબલા જીત્યા હતા. પહેલા ચીનને 4-3 થી, પછી જાપાનને 3-2 થી અને કઝાકિસ્તાન સામે 15-0 ના મોટા અંતરથી જીત મેળવી હતી.
આ પણ વાંચો : ટ્રમ્પના કારણે અમેરિકાની અધોગતિ, બેરોજગારી-મોંઘવારી વધી, વીજળીની કિંમતો આસમાને

Leave a Reply