અમદાવાદમાં વરસાદનું ઝળહળતું કહેર: વાસણા બેરેજ ખુલ્લા, બોપલમાં દિવાલ પડી

અમદાવાદમાં વરસાદનું ઝળહળતું કહેર: વાસણા બેરેજ ખુલ્લા, બોપલમાં દિવાલ પડી

શનિવારે સાંજથી (6 સપ્ટેમ્બર) અમદાવાદમાં ભારે વરસાદ નોંધાયો છે. મોડી રાતથી સતત વરસાદના કારણે સાબરનદી ઉપર સ્થિત વાસણા બેરેજના હેઠવાસમાં 32,410 ક્યુસેક પાણી છોડવામાં આવ્યા છે. હાલમાં વાસણા બેરેજના કુલ 27 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેના લીધે સંબંધિત સત્તાધિકારીઓને સાવધાન રહેવાની સૂચના આપવામાં આવી છે. નદીકાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં રહેલા લોકોને પણ ચેતવણી આપવામાં આવી છે.

આ સાથે જ અમદાવાદના બોપલ વિસ્તારમાં એક મોટું અકસ્માત સર્જાયું હતું. સરસ્વતી હોસ્પિટલ નજીક કન્સ્ટ્રક્શન સાઇટની બાંધકામ દિવાલ ધરાશાયી થતાં ભૂસ્ખલન જેવી સ્થિતિ સર્જાઇ. નજીકમાં ઊભેલી ત્રણ કાર ખાડામાં ખાબકી ગઈ હતી. જોકે, આ ઘટના દરમિયાન કોઈ જાનહાનિ કે ઘાયલના અહેવાલ સામે નથી આવ્યા.

બનાસકાંઠામાં દાંતામાં મંંડાલી પાસે સાબરમતી નદીમાં ફસાયેલા 8 લોકોને SDRF ટીમ અને દાંતાના મામલતદાર કચેરીના સ્ટાફ દ્વારા સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા.

હવામાન વિભાગે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યો છે. અતિ ભારે વરસાદની આગાહીથી ગાંધીનગરમાં મુખ્ય સચિવ પંકજ જોષીએ સમીક્ષા બેઠક બોલાવી હતી.

GPSC પરીક્ષા કેન્દ્રોમાં અને અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં તકેદારી રાખવા જિલ્લાના કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે. રાજ્યના વિવિધ ડેમના જળસ્તર અને વરસાદી આવક અંગે વિગતો મેળવવામાં આવી છે, અને નીચાણવાળા વિસ્તારો માટે એલર્ટ જારી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 12 NDRF અને 20 SDRF ટીમ તૈનાત કરવામાં આવી છે.

રાજ્યમાં 209 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લામાં કપરાડામાં 24 કલાકમાં 7.8 ઇંચ વરસાદ નોંધાયો છે. બોટાદમાં 3.50 ઇંચ, સાબરકાંઠાના પોશિનામાં 3.25 ઇંચ, રાજકોટના પડધરીમાં 3.15 ઇંચ, સાબરકાંઠાના તલોદ અને અમદાવાદના સાંંદમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે.

અન્ય વિસ્તારોમાં પણ નોંધપાત્ર વરસાદ નોંધાયો છે, જેમાં રાજકોટના જામકંડોરણા 2.85 ઇંચ, સાબરકાંઠાના પ્રાંતિજ 2.75 ઇંચ, અરવલ્લીના બાયડ અને વલસાડના ઉમરગાંવ 2.60 ઇંચ વરસાદ નોંધાયો છે. શનિવારે કુલ 50 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો.

 

 

Leave a Reply

Your email address will not be published.