ગુજરાતમાં મેઘરાજા ઓળઘોળ વરસી રહ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 34.72 ઈંચ વરસાદ સાથે સિઝનનો 100 ટકા વરસાદ નોંધાયો છે. આ સિદ્ધિ ગયા વર્ષની સરખામણીએ 10 દિવસ મોડી આવી છે. ગયા વર્ષે 26 ઓગસ્ટ સુધીમાં જ 100 ટકા વરસાદ પૂર્ણ થયો હતો, જ્યારે આ વર્ષે તે 6 સપ્ટેમ્બરે પૂર્ણ થયો છે.
સિઝનનો પુરો વરસાદ થતા ખેડૂતોમાં આનંદ અને રાહતનું માહોલ છે.
રીજિયનવાર વરસાદ
- દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 62 ઈંચ (106%) વરસાદ નોંધાયો છે.
- પૂર્વ મધ્ય ગુજરાતમાં 33 ઈંચ (104%),
- ઉત્તર ગુજરાતમાં 28 ઈંચ (99%),
- કચ્છમાં 18 ઈંચ (93%)
- જ્યારે સૌરાષ્ટ્રમાં 26 ઈંચ (89%) વરસાદ વરસ્યો છે.

જિલ્લા મુજબ સૌથી વધુ વરસાદ
રાજ્યના પાંચ જિલ્લાઓમાં 50 ઈંચથી વધુ વરસાદ થયો છે.
- વલસાડ : 90 ઈંચ
- ડાંગ : 88 ઈંચ
- નવસારી : 72 ઈંચ
- સાથે જ, વલસાડના કપરાડામાં 119 ઈંચ, નવસારીના ખેરગામમાં 98.50 ઈંચ, અને વલસાડના ધરમપુરમાં 98.38 ઈંચ વરસાદ થયો છે.
તાલુકાવાર વરસાદની સ્થિતિ
- 40 ઈંચથી વધુ વરસાદ – 70 તાલુકા
- 20 થી 40 ઈંચ વરસાદ – 133 તાલુકા
- 10 થી 20 ઈંચ વરસાદ – 48 તાલુકા
- 10 ઈંચથી ઓછો વરસાદ – 0 તાલુકા
આ વર્ષે ગુજરાતમાં એકપણ તાલુકો એવો નથી જ્યાં 10 ઈંચથી ઓછો વરસાદ પડ્યો હોય. છેલ્લા પાંચ વર્ષમાં માત્ર 2021માં જ સિઝનનો 100 ટકા વરસાદ નોંધાયો ન હતો (98%).

છેલ્લા 5 વર્ષમાં સિઝનનો 100% વરસાદ ક્યારે પૂર્ણ થયો?
- 2025 – 6 સપ્ટેમ્બર
- 2024 – 26 ઓગસ્ટ
- 2023 – 19 સપ્ટેમ્બર
- 2022 – 28 ઓગસ્ટ
- 2021 – નોંધાયો નહોતો (98%)
2022માં સરેરાશ 122.09%, 2023માં 108.16% અને 2024માં 143.14% જેટલો વરસાદ નોંધાયો હતો.

Leave a Reply