દુબઈમાં એવોર્ડ સમારોહમાં સુકુમારએ કરી ‘પુષ્પા થ્રી’ની જાહેરાત

દુબઈમાં એવોર્ડ સમારોહમાં સુકુમારએ કરી ‘પુષ્પા થ્રી’ની જાહેરાત

મુંબઈ: દિગ્દર્શક સુકુમારે દુબઈમાં યોજાયેલા એવોર્ડ સમારોહમાં સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે તેઓની હિટ ફિલ્મ ‘પુષ્પા ટુ’ પછી હવે ‘પુષ્પા થ્રી’ પર કામ કરશે. આ જાહેરાત ‘પુષ્પા ટુ’ માટે એવોર્ડ સ્વીકારતી વખતે કરવામાં આવી હતી.

સમારોહમાં મુખ્ય અભિનેતા અલ્લુ અર્જુન, અભિનેત્રી રશ્મિકા  અને સંગીતકાર દેવિ શ્રી પ્રસાદ પણ હાજર રહ્યા અને તેમણે આ જાહેરાતને પોતાની સહમતિ આપી.

હાલ ‘પુષ્પા થ્રી’ માટે ‘પુષ્પા, ધી રેમ્પેજ’ ટાઈટલ ફાઈનલ કરવામાં આવ્યું છે. જોકે, ફિલ્મનું પ્રોડક્શન ક્યારે શરૂ થશે તેની જાહેરાત હજુ બાકી છે. અલ્લુ અર્જુન છેલ્લા ચાર વર્ષથી ‘પુષ્પા’ અને ‘પુષ્પા ટુ’ પ્રોજેક્ટ્સ સાથે જોડાયેલા રહ્યા છે, જેના કારણે હવે તેઓ નવી અને વિવિધ ભૂમિકાઓ માટે પોતાનું સમય ફાળવી રહ્યા છે.

બીજી તરફ, રશ્મિકા માત્ર દક્ષિણ ભારતીય ફિલ્મોમાં જ નહીં, હિંદી ફિલ્મોમાં પણ વ્યસ્ત થઈ ચૂકયા છે. સાઉથ ફિલ્મ ઉદ્યોગના અંદાજ અનુસાર, ભલે મેકર્સે ‘પુષ્પા થ્રી’ની જાહેરાત કરી હોય, તે પણ ઓછામાં ઓછા ત્રણ વર્ષ સુધી મોટા પડદે જોવા નહીં મળે તેવી શક્યતા છે.

 

Leave a Reply

Your email address will not be published.