જમ્મુના આરએસ પુરા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)એ એક પાકિસ્તાની ઘૂસણખોરને પકડી પાડ્યો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ ઘૂસણખોરની ઓળખ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના સરગોધા ગામના રહેવાસી સિરાજ ખાન તરીકે થઈ છે.
પ્રારંભિક પૂછપરછમાં ખુલ્યું છે કે સિરાજ ખાન ભારતીય અભિનેત્રી અવનીત કૌરને મળવા માટે ઘૂસણખોરી કરવા આવ્યો હતો. હાલ બીએસએફ અને અન્ય એજન્સીઓ તેની વિગતવાર પૂછપરછ કરી રહી છે જેથી તેના હેતુ અને પૃષ્ઠભૂમિ અંગે સ્પષ્ટતા થઈ શકે.

આ ઘટના રવિવારે રાત્રે 9:20 વાગ્યે ઓક્ટ્રોય ચોકી પર બની હતી, જ્યાં બીએસએફ જવાનોએ સિરાજને ભારત તરફ આગળ વધતા જોયો હતો. જવાનોએ તેને ચેતવણી આપી હતી, પરંતુ તેણે અવગણના કરતાં આગળ વધવાનો પ્રયાસ કર્યો. જોખમને ધ્યાનમાં રાખીને બીએસએફ જવાનોએ ગોળીબાર કર્યા બાદ તેને કાબૂમાં લીધો.
અધિકારીઓએ જણાવ્યું કે, સિરાજ પાસેથી પાકિસ્તાની કરન્સીની નોટો મળી આવી છે. તે સુચેતગઢ સરહદ પરથી ઘૂસણખોરી કરી રહ્યો હતો ત્યારે જવાનોએ તેને પકડી પાડ્યો હતો. બીએસએફે આ મામલે સત્તાવાર પ્રેસ રીલિઝ જાહેર કરી છે અને વધુ તપાસ ચાલુ છે.

Leave a Reply