Image Source: Twitter
ASIA CUP 2025: એશિયા કપ 2025ની શરુઆતની મેચ મંગળવાર(9 સપ્ટેમ્બર) ના રોજ અફઘાનિસ્તાન અને હોંગકોંગ વચ્ચે રમાઈ હતી, જેમાં અફઘાન ટીમે 94 રનથી જીત મેળવી હતી. આ મેચમાં અઝમતુલ્લાહ ઉમરઝાઈએ એક મહાન રૅકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. શેખ ઝાયદ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ઉમરઝાઈએ અફઘાનિસ્તાન તરફથી સૌથી ઝડપી T20I ફિફ્ટીનો રૅકોર્ડ બનાવ્યો હતો.
અફઘાની અઝમતુલ્લાહ ઉમરઝાઈએ રચ્યો ઇતિહાસ
એક સમયે અફઘાનિસ્તાનની ટીમ મુશ્કેલીમાં આવી ગઈ હતી, પરંતુ પછી ઉમરઝાઈ બેટિંગ કરવા આવ્યો અને આખી મેચ જ પલટી ગઈ. ઉમરઝાઈએ માત્ર 20 બોલમાં પોતાની T20 અડધી સદી પૂરી કરી લીધી હતી. આમ, તેણે 2017માં આયર્લૅન્ડ સામે 21 બોલમાં અડધી સદી ફટકારવાનો મોહમ્મદ નબીનો રૅકોર્ડ તોડી નાખ્યો. અઝમતુલ્લાહ ઉમરઝાઈના શાનદાર પ્રદર્શનના કારણે અફઘાનિસ્તાને છેલ્લી પાંચ ઓવરમાં 78 રન બનાવ્યા અને કુલ સ્કોર 188/6 પર પહોંચી ગયો.
આ પણ વાંચો: એશિયા કપની T20માં કઈ ટીમનું કેવું રહ્યું પ્રદર્શન? ભારતીય ટીમ દમદાર તો હોંગકોંગને જીતની આશા
હોંગકોંગે બનાવ્યો શરમજનક રૅકોર્ડ
બીજી તરફ હોંગકોંગની ફિલ્ડિંગ ખૂબ જ નબળી રહી, મેચમાં કુલ 5 કેચ છોડવામાં આવી હતી, જે T20 એશિયા કપના ઇતિહાસમાં સૌથી વધુ છે. ત્રણ કેચ ડ્રોપ થયા બાદ અફઘાનિસ્તાનના ઓપનર સાદિકુલ્લાહ અતાલે અણનમ 73 રન બનાવ્યા હતા.

Leave a Reply