Image source: IANS
IND vs UAE Pitch Report: એશિયાકપ 2025ની શરૂઆત ગઈ કાલ એટલે કે 9 સપ્ટેમ્બરથી થઈ ગઈ છે. પહેલી મેચમાં અફઘાનિસ્તાને હોંગકોંગ સામે 94 રનથી જીતી મેળવી હતી. હવે આજે(10 સપ્ટેમ્બર) ટીમ ઈન્ડિયાનો સામનો UAE સામે થવાનો છે. ભારત અને UAE વચ્ચે એશિયા કપ 2025ની બીજી મેચ અને ટીમ ઈન્ડિયાની પહેલી મેચ દુબઈના મેદાનમાં રમાવા જઇ રહી છે. ચાલો જાણીએ કે દુબઈની પીચ કેવી રહેવાની છે અને સાથે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ 11 કેવી હોય શકે છે…
ભારત અને UAE વચ્ચે કેટલી મેચ રમાઈ છે?
ભારત અને UAE વચ્ચે અત્યાર સુધી T20 આંતરરાષ્ટ્રીય ઇતિહાસમાં માત્ર એક મેચ રમાઈ છે. જેમાં UAE ટીમને વર્ષ 2016 માં ટીમ ઈન્ડિયા સામે નવ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર પછી આજે UAEની ટીમ બીજીવાર ભારત સામે મેચ રમશે. દુબઈની પીચની વાત કરીએ તો અહીં થોડું ઘાસ હશે. જેના કારણે ઝડપી બોલરોને વધારાની મદદ મળી શકે છે.
દુબઈની પીચમાં ઘાસ
દુબઈની પીચમાં હંમેશા સ્પિનરોને વિકેટ લેવામાં મદદ મળતી હોય છે. પરંતુ આ વખતે પીચમાં ઘાસ છે, તો ઝડપી બોલરોને વિકેટ લેવામાં મદદ મળી શકે છે. પણ હાલની પીચને જોતા સ્પિનર બોલરોને પણ વિકેટ ઝડપવામાં સફળતા મળી શકે છે. એટલે ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવને પણ ટીમમાં એક કે બે નહીં ત્રણ સ્પિનરોને મેદાનમાં ઉતારવા પડી શકે છે. અને આવશ્યકતા હોય તો અભિષેક પાસેથી પણ બોલિંગ કરાવવી પડી શકે છે.
ટોસ જીત્યા પછી શું હશે નિર્ણય?
અત્યાર સુધીમાં દુબઈના મેદાનમાં 110 T20 મેચ રમાઈ છે. જેમા બેટિંગ કરનારી ટીમ 51 વખત અને બીજી ઇનિંગમાં બેટિંગ પર ઉતરેલી ટીમ 58 વખત જીતી છે. તેના પરથી સ્પષ્ટ થાય છે કે સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લેવો જોઇએ. પહેલી ઇનિંગમાં સરેરાશ સ્કોર 139 અને બીજી ઇનિંગમાં 123 રહ્યો છે. દુબઈના મેદાનમાં સૌથી વધુ સ્કોર 212 રન અને સૌથી ઓછો 98 રનનો રહ્યો છે.
ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન:
અભિષેક શર્મા, સંજુ સેમસન, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી.

Leave a Reply