કાઠમંડુ: નેપાળમાં હિંસક દેખાવોને કારણે એક દિવસ માટે બંધ કરાયેલું ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હવે ફરી કાર્યરત થઈ ગયું છે. નેપાળ સિવિલ એવિએશન ઓથોરિટી (NCAA)એ જણાવ્યું કે સુરક્ષા સંબંધિત ઉચ્ચસ્તરીય બેઠક બાદ એરપોર્ટ ફરીથી ખુલ્લું મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

NCAA દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવાયું હતું કે, “પ્રતિકૂલ પરિસ્થિતિઓને કારણે સ્થગિત કરાયેલી તમામ ફ્લાઇટ્સ હવે ફરી શરૂ કરવામાં આવી રહી છે, જેનો નિર્ણય ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સુરક્ષા સમિતિના નિર્દેશ મુજબ લેવાયો છે.” સાથે જ મુસાફરોને તેમની સંબંધિત એરલાઇન્સ સાથે સંપર્ક કરીને અપડેટેડ ફ્લાઇટ શેડ્યૂલ મેળવવા સૂચના આપવામાં આવી છે.


Leave a Reply