ફ્રાન્સની રાજધાની પેરિસ અને તેના ઉપનગરોમાં મસ્જિદોની બહાર 9 જેટલા ડુક્કરના માથા મળ્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પેરિસના પોલીસ પ્રધાન લોરાંતે નુનેઝે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે પેરિસ શહેરની ચાર મસ્જિદોમાં બહાર ડુક્કરના માથા મળ્યા છે, જ્યારે પાંચ માથા આસપાસનાં ઉપનગરોમાં જોવા મળ્યા છે. તેમણે એ પણ જણાવ્યું કે અન્ય સ્થળોએ પણ આવા માથા મળી શકે છે તેવી સંભાવના નકારી શકાય નહીં.
એક રિપોર્ટ અનુસાર, મોટાભાગના માથા સીધા મસ્જિદોની બહાર મુકેલા હતા, જ્યારે એક માથું સૂટકેસની અંદર મળ્યું હતું. આ ઘટનાને ફ્રેન્ચ પોલીસ ગંભીરતાથી લઈ રહી છે અને તાત્કાલિક તપાસ શરૂ કરી દીધી છે.

ફ્રાન્સના ગૃહ મંત્રી બ્રુનો રેટેલીયોએ આ બનાવને “અત્યંત શરમજનક, અપમાનજનક અને સંપૂર્ણપણે અસ્વીકાર્ય” ગણાવ્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, “મારા મુસ્લિમ સાથીઓને શાંતિપૂર્વક અને નિર્ભયતાથી તેમના ધર્મનું પાલન કરવાનો અધિકાર મળવો જોઈએ.”
પેરિસ ગ્રાન્ડ મસ્જિદના રેક્ટર ચેમ્સ-એદ્દીન હાફિઝે આ કૃત્યને “ઇસ્લામોફોબિક હુમલો” ગણાવ્યો છે. તેમણે કહ્યું કે આ મુસ્લિમ સમુદાય સામે વધતી નફરત અને ઉદાસીનતાનું ચિંતાજનક ઉદાહરણ છે.
તેમણે રાષ્ટ્રીય એકતા, સહિષ્ણુતા અને જાગૃતિ માટે અપીલ કરી છે જેથી આવી ઘટનાઓ ફરી ન બને.

Leave a Reply