એશિયા કપમાં પાકિસ્તાનની ટીમને મોટો ફટકો! કેપ્ટન સલમાન થયો ઇજાગ્રસ્ત, પ્રેક્ટિસ સેશનમાં ન જોવા મળ્યો

Home » Latest Update » એશિયા કપમાં પાકિસ્તાનની ટીમને મોટો ફટકો! કેપ્ટન સલમાન થયો ઇજાગ્રસ્ત, પ્રેક્ટિસ સેશનમાં ન જોવા મળ્યો
એશિયા-કપમાં-પાકિસ્તાનની-ટીમને-મોટો-ફટકો!-કેપ્ટન-સલમાન-થયો-ઇજાગ્રસ્ત,-પ્રેક્ટિસ-સેશનમાં-ન-જોવા-મળ્યો

Image Source: IANS 

Salman ali agha: એશિયા કપ 2025માં પાકિસ્તાન તેની પહેલી મેચ શુક્રવારે (12 સપ્ટેમ્બર) દુબઈના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં ઓમાન સામે રમશે. આ મેચ રમાય તે પહેલા જ પાકિસ્તાનની ટીમને મોટો ઝટકો લાગ્યો હોય તેવા સમાચાર સામે આવ્યા છે. વાત એવી છે કે ટીમના કેપ્ટન સલમાન અલી આગા પૂર્ણ રીતે ફિટ નથી. ગરદનના હળવા દુખાવાને કારણે બુધવારે સલમાન ICC એકેડમી ક્રિકેટ ગ્રાઉન્ડ પર પાકિસ્તાનની ટીમ સાથે તે પ્રેક્ટિસ સેશનમાં નહોતો જોડાયો. એક રિપોર્ટ પ્રમાણે સલમાન ટીમની સાથે પ્રેક્ટિસ સેશનમાં જોડાયો હતો, પણ તેણે વોર્મ-અપ અને ફૂટબોલ ડ્રિલ્સની પ્રેક્ટિસમાં ભાગ નહોતો લીધો. બીજી બાજુ, બાકીના પાકિસ્તાની ખેલાડીઓએ પૂર્ણ પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો. તેની હાલની સ્થિતિએ પાકિસ્તાનની ટીમની ચિંતા વધારી દીધી છે. 

PCBએ સલમાનને લઈને શું અપડેટ આપ્યું? 

14 સપ્ટેમ્બરે પાકિસ્તાનની ટીમ ભારત સામે મેચ રમશે. એવામાં સલમાન અલી આગાની ફિટનેસે ટીમની ચિંતા વધારી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (PCB) હાલની સ્થિતિને સામાન્ય જણાવી. PCB દ્વારા જણાવવામાં આવ્યું છે કે સલમાનની ઇજા સાધારણ છે. PCB અને ટીમ મેનેજમેન્ટને પૂર્ણ વિશ્વાસ છે કે સલમાન પ્રેક્ટિસ સેશનમાં જોડાશે અને કેપ્ટનશિપની જવાબદારી સંભાળશે. એશિયા કપમાં પાકિસ્તાની ટીમના કોચની જવાબદારી માઈક હેસને લીધી છે. બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન જેવા સિનિયર ખેલાડીઓ પણ T20 સેટઅપનો ભાગ નથી, હવે સલમાન આગાને ટીમના કેપ્ટનની જવાબદારી સોંપવામાં અવી છે. ઓમાન ઉપરાંત, પાકિસ્તાનને ગ્રુપ સ્ટેજમાં ભારત અને UAEનો સામનો કરવાનો છે.

એશિયા કપ પહેલા ટ્રાઇ સીરિઝ જીતી  

જણાવી દઈએ કે, એશિયા કપ પહેલા પાકિસ્તાની ટીમે સંયુક્ત આરબ અમીરાત (UAE)ના શારજાહમાં ટ્રાઈ સીરિઝ પણ રમી છે, જેમાં અફઘાનિસ્તાન અને UAEની ટીમોએ પણ ભાગ લીધો હતો. ટ્રાઇ સીરિઝમાં પાકિસ્તાને અફઘાનિસ્તાનને 75 રનથી હરાવી ચેમ્પિયન ટીમ બની હતી.

Leave a Reply

Your email address will not be published.