યુનિવર્સિટીમાં ડિબેટ દરમિયાન ફાયરિંગ: ટ્રમ્પના નજીકના સાથી ચાર્લી કર્કની ગોળી મારી હત્યા

યુનિવર્સિટીમાં ડિબેટ દરમિયાન ફાયરિંગ: ટ્રમ્પના નજીકના સાથી ચાર્લી કર્કની ગોળી મારી હત્યા

અમેરિકાના પ્રખ્યાત કન્ઝર્વેટિવ યુથ સંગઠન ટર્નિંગ પોઇન્ટ યુએસએના સીઈઓ અને કો-ફાઉન્ડર ચાર્લી કર્કની 10 સપ્ટેમ્બરના રોજ દુર્ભાગ્યપૂર્ણ હત્યા થઈ છે. યૂટા વેલી યુનિવર્સિટીમાં યોજાયેલા ડિબેટ ઇવેન્ટ દરમિયાન ગોળીબારની ઘટના બની હતી. ચાર્લી કર્ક ભૂતપૂર્વ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના અત્યંત નજીકના સાથી હતા. આ ઘટના બાદ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેમની મૃત્યુની માહિતી આપી હતી અને ચાર્લીના સન્માનમાં સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવવાનો આદેશ જાહેર કર્યો હતો.

ટર્નિંગ પોઇન્ટ દ્વારા આયોજિત ચર્ચા દરમિયાન કર્ક પોતાનું વક્તવ્ય આપી રહ્યા હતા ત્યારે અચાનક ફાયરિંગ થયું. તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા, પરંતુ સારવાર દરમ્યાન તેમનું અવસાન થયું. અધિકારીઓએ એક શંકાસ્પદને અટકાયત કરી છે, જોકે તેની ઓળખ હજી બહાર આવી નથી.

ટ્રમ્પના ખાસ ચાર્લી કર્કની ગોળી મારી હત્યા, યુનિવર્સિટીમાં ડિબેટ દરમિયાન ફાયરિંગ કરાયું 2 - image

આ કાર્યક્રમને લઈને પહેલાથી જ વિવાદ ઉભો થયો હતો. કેટલાક લોકોએ યુનિવર્સિટીમાં કર્કની હાજરીનો વિરોધ કર્યો હતો અને કાર્યક્રમ રદ કરવા માટે ઓનલાઇન અરજી શરૂ કરવામાં આવી હતી, જેને લગભગ 1,000 લોકોએ સમર્થન આપ્યું હતું. તેમ છતાં, યુનિવર્સિટીએ આ કાર્યક્રમ રદ ન કરવાની જાહેરાત કરી હતી, કારણ કે આ મુદ્દો અભિવ્યક્તિની સ્વતંત્રતા અને સંવાદની સ્વતંત્રતા સાથે સંબંધિત હોવાનું જણાવાયું હતું.

ટ્રમ્પના ખાસ ચાર્લી કર્કની ગોળી મારી હત્યા, યુનિવર્સિટીમાં ડિબેટ દરમિયાન ફાયરિંગ કરાયું 3 - image

ચાર્લીના અવસાન પર શોક વ્યક્ત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું: “ગ્રેટ અને લેજેન્ડરી ચાર્લી કર્ક હવે આ દુનિયામાં નથી. અમેરિકાના યુવાનોને તેના જેટલું કોઈ સમજી શક્યું નથી. દરેક તેને પ્રેમ અને સન્માન કરતા હતાં, ખાસ કરીને હું. મેલાનિયા અને હું તેની પત્ની એરિકા અને પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. ચાર્લી, અમે તમને હંમેશાં યાદ રાખીશું.”

 

 

Leave a Reply

Your email address will not be published.