CRPF નો વાંધો: રાહુલ ગાંધીના અચાનક વિદેશ પ્રવાસે સુરક્ષા ચિંતાઓ ઉઠી

CRPF નો વાંધો: રાહુલ ગાંધીના અચાનક વિદેશ પ્રવાસે સુરક્ષા ચિંતાઓ ઉઠી

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના અચાનક વિદેશ પ્રવાસોને લઈને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)એ ચિંતા વ્યક્ત કરી છે. સુરક્ષા પ્રોટોકોલના ઉલ્લંઘન બાબતે CRPFના VVIP સુરક્ષા વડાએ તેમને સત્તાવાર પત્ર લખ્યો છે.

આ પત્ર 10 સપ્ટેમ્બરના રોજ જાહેર કરવામાં આવ્યો હતો અને તેની નકલ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને પણ મોકલવામાં આવી છે.

પત્રમાં ઉલ્લેખ છે કે રાહુલ ગાંધી વારંવાર સુરક્ષા ટીમ દ્વારા નક્કી કરાયેલા ધોરણોનું પાલન કરતા નથી. તેમને ‘Z-પ્લસ’ શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે, જેમાં એડવાન્સ સિક્યુરિટી લાયઝન (ASL) કવર પણ શામેલ છે. આ શ્રેણી હેઠળ મોટી સંખ્યામાં CRPF જવાનો તેમની સુરક્ષા માટે હંમેશા તહેનાત રહે છે.

બિહારની ‘વોટર અધિકાર યાત્રા’ પૂર્ણ કર્યા પછી રાહુલ ગાંધી અચાનક વિદેશ પ્રવાસે ગયા હતા. તેમની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર વાયરલ થઈ હતી. જોકે તેઓ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં મતદાન કરવા માટે પાછા ભારતમાં આવી ગયા છે અને પાર્ટી કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે.

બિહાર યાત્રા દરમિયાન પૂર્ણિયામાં એક અજાણ્યા વ્યક્તિએ અચાનક રાહુલ ગાંધીને ગળે લગાવ્યા હતા, જેને કારણે રાહુલ ગાંધી ક્ષણિક રીતે ચોંકી ગયા હતા. આ ઘટના બાદ તેઓ અરરિયા માટે મોટરસાઈકલ યાત્રા પર નીકળ્યા હતા, જેમાં આરજેડી નેતા તેજસ્વી યાદવ અને મોટી સંખ્યામાં બાઇકર્સ તેમની સાથે હતા.

 

Leave a Reply

Your email address will not be published.