સુરત શહેરમાં ભ્રષ્ટાચાર સામેની કાર્યવાહી અંતર્ગત એક મોટું કાંડ બહાર આવ્યું છે, જેમાં નાયબ કાર્યપાલક ઇજનેર પરિમલ ખંડુભાઇ પટેલને એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા 50 હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથે ઝડપી લેવાયો છે.
માહિતી મુજબ, ફરિયાદી પાસે ભાટપોર GIDC વિસ્તારમાં આવેલા બે પ્લોટ પર ઔદ્યોગિક હેતુસર બનાવેલા જુના શેડનું ડિમોલિશન કરવાની મંજૂરી લેવાની પ્રક્રિયા ચાલુ હતી.
મંજૂરી માટે કરાયેલી અરજી પર કાર્યવાહી કરતાં આરોપી પરિમલ પટેલે ફરિયાદી પાસે 50 હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી. ફરિયાદીને લાંચ આપવી ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કરી સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.

ACBએ છટકું ગોઠવીને કાર્યવાહી હાથ ધરી હતી અને ફરિયાદી સાથે નક્કી કરાયેલ સ્થળે મળવા આવેલા નાયબ કાર્યપાલક ઇજનેર પરિમલ પટેલે લાંચની રકમ સ્વીકારી લેતા જ ACB ટીમે તેને રંગેહાથે ઝડપી લીધો હતો.
ACB દ્વારા આ કાર્યવાહી ભ્રષ્ટાચાર સામેના અભિયાનમાં એક મહત્વપૂર્ણ સફળતા ગણાવી રહી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply