Image Source: IANS (File Pic) Asia Cup 2025, India vs Pakistan Match: એશિયા કપ 2025માં આજે(14 સપ્ટેમ્બર) ભારત-પાકિસ્તાનની મેચ રમાઈ રહી છે. આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં પાકિસ્તાને 20 ઓવરમાં 9 વિકેટ પર 127 રન બનાવ્યા અને ભારતને જીત...
Day: September 14, 2025
ભારત-યુરોપિયન યુનિયન વચ્ચે FTA વાટાઘાટો તેજ, EU બનશે ભારતનો સૌથી મોટો વેપાર ભાગીદાર
ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે ચાલી રહેલી મુક્ત વેપાર કરાર (FTA) પરની વાટાઘાટો બંને પક્ષો માટે ઐતિહાસિક સાબિત થઈ શકે છે. આ કરારને ઔપચારિક રીતે બ્રોડ-બેઝ્ડ ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ એગ્રીમેન્ટ કહેવામાં આવે છે, જેની શરૂઆત 2007માં થઈ હતી. કરારનો મુખ્ય હેતુ માલ અને સેવાઓના વેપાર, રોકાણ, બૌદ્ધિક સંપદા અધિકારો, સરકારી ખરીદી અને સ્પર્ધા નીતિ...
ભરૂચ ડેરી ચૂંટણી પહેલા ભાજપે 6 સભ્યોને સસ્પેન્ડ કર્યા, ધારાસભ્યની પેનલના સભ્યો પણ સામેલ
આગામી 19 સપ્ટેમ્બરે યોજાનારી ભરૂચ ડેરી ચૂંટણી પહેલા ભાજપમાં રાજકારણ ગરમાવી ગયું છે. પાર્ટીએ ચૂંટણી પહેલા 6 સભ્યોને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરી છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલના મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી કરનારા સભ્યો પર આ કાર્યવાહી કરવામાં આવી છે. આ સભ્યોને ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ સસ્પેન્ડ કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આગામી...
જો છેલ્લી ઘડીએ ભારત પાકિસ્તાન સાથે મેચ રમવાની ના પાડે તો સુપર-4માં પહોંચી શકે કે નહીં? જાણો
IND vs PAK In Asia Cup 2025: ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે રાત્રે 8 વાગ્યે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી છે. એશિયા કપ 2025માં યોજાનારી આ મેચને લઈને દેશમાં ઘણો વિરોધ થઈ રહ્યો છે. પહલગામ આતંકવાદી હુમલા પછી આ પહેલીવાર ભારત અને પાકિસ્તાન ક્રિકેટ મેદાન પર એકબીજા સામે ટકરાશે. પરંતુ દેશમાં આ મેચનો બહિષ્કાર કરવામાં આવી...
‘પાકિસ્તાન સાથે રમવું એ દેશ સાથે ગદ્દારી’, IND vs PAK મેચને લઈને ભડક્યાં કેજરીવાલ
India Pakistan Match: ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે 14 સપ્ટેમ્બર, રવિવારના રોજ રમાનારી એશિયા કપ મેચ મુદ્દે રાજકારણ ગરમાયું છે. દુબઈમાં રમાનારી આ મેચનો દેશમાં વિરોધ થઈ રહ્યો છે. જેમાં રાજકીય પક્ષોએ પણ ઝંપલાવ્યું છે. આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે પાકિસ્તાન સાથે મેચને મંજૂરીને દેશ સાથે વિશ્વાસઘાત ગણાવ્યો છે. આપના નેતા સંજય સિંહે ટ્વિટ...
ગુજરાતમાં સિઝનનો 108% વરસાદ નોંધાયો, રાજ્યના ચાર ઝોનમાં ગાજવીજ સાથે વરસાદ, ખેડૂતોને મળશે રાહત
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર 14 થી 16 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યભરના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. પવનની ઝડપ લગભગ 40 કિમી પ્રતિ કલાક પહોંચવાની શક્યતા છે, જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવરાત્રિ દરમિયાન હળવા થી લઈને ભારે વરસાદના અંશો બની શકે છે. રાજ્યના પાંચ ઝોનમાં વરસાદ જોવા મળવાની...
સુરત: પાલિકાના ગાર્ડનમાં લોખંડનો ગેટ પડતાં બાળકનું કરૂણ મોત, પરિવારમાં શોક
સુરતના પર્વત ગામ વિસ્તારમાં આવેલ પાલિકા સંચાલિત ગાર્ડનમાં એક ભયાનક દુર્ઘટના બની છે, જેમાં લોખંડનો ગેટ એક બાળક પર પડી ગયો. મૃત્યુ પામનાર બાળકનું નામ આર્યન છે અને તેનો પરિવાર મૂળ દાહોદ જિલ્લાનો વતની છે. દુર્ઘટનામાં બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેને સારવાર માટે તરત જ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું, પરંતુ ફરજ પરના તબીબોએ તેને...
અમદાવાદના નારણપુરામાં વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન, ગુજરાતને રમતગમતમાં નવી ઓળખ મળશે
આજ રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે અમદાવાદના નારણપુરામાં આંતરરાષ્ટ્રીય સ્તરના વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું. ઉદ્ઘાટન સમારોહમાં તેમણે જણાવ્યું કે વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં રમાશે અને ભારત 2036ની ઓલિમ્પિક્સ માટે પણ પ્રયાસ કરી રહ્યું છે. અમિત શાહે જણાવ્યું કે આ ગ્રીન બેલ્ટ વર્ષ 1960થી ખાલી પડ્યો હતો, પરંતુ હવે તે વિશ્વ-કક્ષાના...
ઉર્વશી રૌતેલા અને મીમી ચક્રવર્તીને ED દ્વારા 1xBet સટ્ટાબાજી એપ કેસમાં સમન્સ, તપાસમાં નવા નામો જોડાયા
ગેરકાયદેસર સટ્ટાબાજી એપ 1xBet કેસમાં એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બોલીવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા અને તૃણમૂલ કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ મીમી ચક્રવર્તીને સમન્સ મોકલ્યા છે. મીમી ચક્રવર્તીને 15 સપ્ટેમ્બરે અને ઉર્વશી રૌતેલાને 16 સપ્ટેમ્બરે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. બંનેએ દિલ્હીમાં ED હેડક્વાર્ટરમાં હાજર રહીને પોતાનો નિવેદન આપવાનો રહેશે. ED સૂત્રોના જણાવ્યા અનુસાર, 1xBet સહિતના પ્રતિબંધિત...
આસામમાં 5.8 ની તીવ્રતાનો ભૂકંપ, ઉત્તરપૂર્વી રાજ્યોમાં પણ આંચકા અનુભવાયા
આસામના ગુવાહાટીમાં આજે, 14 સપ્ટેમ્બર સાંજે 4:41 વાગ્યે, 5.8 તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર (NCS)ના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્રબિંદુ આસામના ઉદલગુડીમાં હતું અને તેની ઊંડાઈ આશરે 5 કિલોમીટર નોંધાઈ. આ ભૂકંપના આંચકા આસામમાં જ નહીં, પરંતુ બંગાળ અને પડોશી દેશ ભૂટાન સુધી અનુભવાયા હતા. તેમજ ઉત્તરપૂર્વી રાજ્યો જેવા કે મેઘાલય, નાગાલેન્ડ, મણિપુરમાં પણ...









