Asia Cup 2025 : Asia Cup 2025 : પાકિસ્તાને એશિયા કપનો બહિષ્કાર કરવાની ધમકી આપી છે. આજે એશિયા કપની 10મી મેચ હતી જેમાં પાકિસ્તાન અને યુએઈ વચ્ચે મેચ થવાની હતી પણ શરુઆતમાં પાકિસ્તાને રમવાનો ઇન્કાર કર્યો. જે બાદ મેચ થશે કે નહીં તેને લઈને અસમંજસની સ્થિતિ પેદા થઈ હતી. જોકે PCB અને ICCના અધિકારીઓની બેઠક બાદ...
Day: September 17, 2025
તુષાર રાણપરા ગુમ થવાનો કેસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાયો, પરિવાર ન્યાયની રાહે
વડોદરાના તુષાર રાણપરાના ગુમ થવાનો કેસ વધુ ગંભીર બનતા હવે તેની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. તુષાર એપ્રિલ 2024માં દુબઈ ગયો હતો અને ત્યાં જવા માટે તેણે વેદ અને કુશાંગ નામના બે એજન્ટોની મદદ લીધી હતી. શરૂઆતમાં બધું સામાન્ય હતું, પરંતુ સપ્ટેમ્બર 2024માં આ જ એજન્ટોએ તેને હોંગકોંગ મોકલ્યો હતો અને ત્યાર બાદથી તેનો...
પટણા હાઈકોર્ટનો કોંગ્રેસને ઝાટકો: પીએમ મોદીની માતાનો AI વીડિયો સોશિયલ મીડિયા પરથી દૂર કરવાનો આદેશ
બિહાર ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો આપતાં પટણા હાઈકોર્ટે પીએમ મોદીની માતાનો AI વીડિયો સોશિયલ મીડિયા પરથી દૂર કરવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે આ મામલે સુનાવણી કરીને સ્પષ્ટ કર્યું કે કોંગ્રેસે બનાવેલો વીડિયો તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી હટાવવો પડશે. આ વીડિયો કોંગ્રેસ દ્વારા તાજેતરમાં જ બહાર પાડવામાં આવ્યો હતો જેમાં પીએમ મોદીની માતા...
નીરજ ચોપરાએ પહેલા થ્રોમાં જ કરી કમાલ, વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશીપની ફાઈનલમાં એન્ટ્રી
Neeraj Chopra Qualify For Final: ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ ટોક્યોમાં ચાલી રહેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપની ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. તેણે 84.85 મીટરના અંતરે ભાલો ફેંકી ફાઈનલમાં સ્થાન હાંસલ કર્યું હતું. જેમાં પહેલાં થ્રોમાં જ 84.5 મીટરનું ક્વોલિફિકેશન માર્ક નોંધાયું હતું. પરંતુ નીરજ ચોપરાએ 84.85 મીટરના અંતરે ભાલો ફેંક્યો હતો. ફાઈનલમાં નીરજ ચોપરાનો સામનો...
‘નકવીના હાથથી ટ્રોફી નહીં લઉં’, એશિયા કપ ફાઈનલ પહેલા સૂર્યકુમાર યાદવની શરત, ફરી પાકિસ્તાનની ફજેતી
Asia Cup IND vs PAK: એશિયા કપમાં પાકિસ્તાન સાથે મેચ રમ્યા છતાં તેની અકલ ઠેકાણ રાખવામાં માહિર ભારતે પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે નવી શરત મુકી છે. ભારત – પાકિસ્તાન મેચ દરમિયાન મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટે આ ટુર્નામેન્ટમાં બાકી રહેલી દરેક મેચમાંથી હટાવી લેવામાં આવ્યા પછી પાકિસ્તાન રાહતનો શ્વાસ લઈ રહ્યું છે. પરંતુ ભારતે જે નવી...
ICC રેન્કિંગ: દુનિયાનો નંબર વન બોલર બન્યો વરુણ ચક્રવર્તી, બુમરાહ-બિશ્નોઈના રેકોર્ડની કરી બરાબરી
Varun Chakaravarthy ICC Rankings: એશિયા કપ 2025માં ટીમ ઈન્ડિયા માટે રમી રહેલા ભારતીય ટીમના સ્પિનર બોલર વરુણ ચક્રવર્તીને લઇને એક સારા સમાચાર સામે આવ્યા છે. વરુણ ચક્રવર્તી દુનિયાનો નંબર વન T-20 બોલર બની ગયો છે. વરુણ ત્રીજો એવો ભારતીય બોલર છે જે T20I બોલિંગ રેન્કિંગમાં પ્રથમ સ્થાને છે. તેને આ સિદ્ધિ એશિયા કપમાં UAE સામેની ભારતીય...
પરાળી સળગાવાની સમસ્યાએ સુપ્રીમ કોર્ટનું કડક વલણ: “અમુકને જેલમાં નાંખો તો બધા સીધા થઈ જશે”
દિલ્હી-એનસીઆરમાં વધતા વાયુ પ્રદૂષણના મુદ્દે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું અને સ્પષ્ટ ચેતવણી આપી કે પરાળી સળગાવાની સમસ્યા અટકાવવા માટે કડક પગલાં લેવાં જરૂરી છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું કે જો અમુક ખેડૂતોને જેલમાં મોકલવામાં આવે, તો અન્ય ખેડૂતોને સ્પષ્ટ સંદેશ જશે કે બેદરકારી સહન કરવામાં આવશે નહીં. વરિષ્ઠ વકીલ રાહુલ મહેરાએ...
પીએમ મોદી દ્વારા ‘સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન’ની શરૂઆત: દેશભરમાં મફત આરોગ્ય શિબિરો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના ધારથી બુધવારે ‘સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન’ ની શરૂઆત કરી અને સાથે 8મા રાષ્ટ્રીય પોષણ મહિનાનો પણ શુભારંભ કર્યો. આ ઝુંબેશ 17 સપ્ટેમ્બરથી 16 ઓક્ટોબર સુધી દેશવ્યાપી સ્તરે યોજાશે. આ અભિયાન અંતર્ગત મહિલાઓ માટે આરોગ્ય શિબિરોનું આયોજન કરવામાં આવશે, જેમાં તપાસ અને દવાઓ મફત ઉપલબ્ધ કરાવવામાં આવશે. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં...
પીએમ મોદીનું ધાર સંબોધન: “નવું ભારત પરમાણુ ધમકીથી ડરતું નથી, ઘરમાં ઘુસીને જવાબ આપે છે”
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશના ધાર ખાતે સંબોધન કર્યું અને દેશને અનેક વિકાસ કાર્યોની ભેટ આપી. પીએમ મોદીએ પોતાના જન્મદિવસે યોજાયેલા કાર્યક્રમમાં દેશવાસીઓને વિશ્વકર્મા જયંતિની શુભેચ્છાઓ પાઠવી અને સ્પષ્ટ સંદેશ આપ્યો કે “આ નવું ભારત છે, જે કોઈની પણ પરમાણુ ધમકીઓથી ડરતું નથી. ઘરમાં ઘૂસીને જવાબ આપે છે.” પીએમ મોદીએ ખાસ કરીને ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ...
જૈશ કમાન્ડરનો મોટો ખુલાસો: મસૂદ અઝહર સંસદ અને 26/11 મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ હોવાનું કબૂલ્યું
ભારત માટે મહત્વપૂર્ણ એવી એક મોટી કબૂલાત સામે આવી છે, જેમાં જૈશ-એ-મોહમ્મદ (JeM) ના વરિષ્ઠ કમાન્ડરે સ્વીકાર્યું છે કે સંગઠનના સ્થાપક મૌલાના મસૂદ અઝહર 2001ના દિલ્હી સંસદ હુમલા અને 2008ના 26/11 મુંબઈ આતંકવાદી હુમલાનો મુખ્ય સૂત્રધાર હતો. આ કબૂલાતથી ભારતના વર્ષોથી થતા દાવાઓને વાસ્તવિકતા મળી છે કે અઝહર પાકિસ્તાનની ધરતી પરથી ભારતને નિશાન બનાવતા આતંકવાદી...









