ભારતીય ક્રિકેટમાં મોટા ફેરબદલના એંધાણ! વર્લ્ડકપના હીરો રહેલા આ 2 ખેલાડી બની શકે છે નેશનલ સિલેક્ટર

Home » Latest Update » ભારતીય ક્રિકેટમાં મોટા ફેરબદલના એંધાણ! વર્લ્ડકપના હીરો રહેલા આ 2 ખેલાડી બની શકે છે નેશનલ સિલેક્ટર
ભારતીય-ક્રિકેટમાં-મોટા-ફેરબદલના-એંધાણ!-વર્લ્ડકપના-હીરો-રહેલા-આ-2-ખેલાડી-બની-શકે-છે-નેશનલ-સિલેક્ટર

India national cricket team New selectors: ભારતીય ક્રિકેટમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ લેફ્ટ-આર્મ ફાસ્ટર રૂદ્રપ્રતાપ સિંહ અને લેફ્ટ-આર્મ સ્પિનર પ્રજ્ઞાન ઓઝા ટીમ ઈન્ડિયાની સિલેક્શન કમિટીમાં સામેલ થવાના છે. જ્યારે એસ. શરથ અને સુબ્રતો બેનર્જી આ પેનલમાંથી બહાર થવાના છે. નેશનલ સિલેક્શન કમિટીના વર્તમાન અધ્યક્ષ અજિત અગરકર છે. 

રૂદ્રપ્રતાપ સિંહે ભારતના 2007 ટી20 વર્લ્ડ કપ જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેણે છ મુકાબલામાં 12 વિકેટ ઝડપી હતી. જેમાં પાકિસ્તાન વિરૂદ્ધ ફાઈનલ મેચમાં 3 વિકેટ ઝડપી હતી. ત્યારબાદ ઈંગ્લેન્ડમાં યોજાયેલી ટેસ્ટ સીરિઝમાં પણ આકર્ષક બોલિંગથી બેટર્સને હંફાવ્યા હતા. રૂદ્રપ્રતાપ સિંહે મોટાભાગની ક્રિકેટ ઉત્તર પ્રદેશ તરફથી રમી છે.

આ પણ વાંચોઃ ભારતીય ઓપનરનો જલવો, ODI વર્લ્ડ કપ પહેલા વનડેમાં વર્લ્ડ નંબર-1 બેટર બની

તેણે 2016-17માં પાર્થિવ પટેલની કેપ્ટનશીપ હેઠળ ગુજરાતમાં રણજી ટ્રોફી પણ જીતી હતી. જેમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. રૂદ્રપ્રતાપ હવે સુબ્રતો બેનર્જીનું સ્થાન લેશે. જ્યારે 100થી વધુ ટેસ્ટ વિકેટ ઝડપનારા પ્રજ્ઞાન ઓઝા એસ. શરથનું સ્થાન લેશે. તે દક્ષિણ ક્ષેત્રમાં બહોળો અનુભવ ધરાવતો હોવાથી તેનું ઓટોમેટિક સિલેક્શન થયુ છે. ઓઝાની અંતિમ ઈન્ટરનેશનલ મેચ સચિન તેંડુલકરની રિટાયરમેન્ટ મેચ પણ હતી. જેમાં તેણે 10 વિકેટ લીધી હતી. બીજી બાજુ શરથ જૂનિયર સિલેક્શન કમિટીના ચેરમેનની જવાબદારી સંભાળશે. 

બંનેના નામ પર વાગી મહોર

બીસીસીઆઈના સૂત્રોએ જણાવ્યા અનુસાર, રૂદ્રપ્રતાપ અને ઓઝાને સિનિયર સિલેક્શન કમિટી માટે અરજી કરવા કહેવામાં આવ્યું હતું. ક્રિકેટ એડવાઈઝરી કમિટીની એજીએમ પહેલાં જ બંનેના નામ ફાઈનલ કરવામાં આવશે. 39 વર્ષીય રૂદ્રપ્રતાપે પોતાની કારકિર્દીમાં કુલ 82 ઈન્ટરનેશનલ મેચ રમી છે. જેમાં 124 વિકેટ ઝડપી છે. તેમાંથી 14 ટેસ્ટમાં 40, 58 વનડેમાં 69 અને 10 ટી20માં 15 વિકેટ સામેલ છે. જ્યારે પ્રજ્ઞાન ઓઝાએ 24 ટેસ્ટમાં 113 વિકેટ ઝડપી હતી. તેણે 18 વનડેમાં 21 અને 6 ટી20 ઈન્ટરનેશનલમાં 10 વિકેટ લીધી હતી. આ બદલાવ ભારતીય ક્રિકેટના પર્ફોર્મન્સને નવી દિશા આપશે કે કેમ તે જોવાનું રહેશે.

ભારતીય ક્રિકેટમાં મોટા ફેરબદલના એંધાણ! વર્લ્ડકપના હીરો રહેલા આ 2 ખેલાડી બની શકે છે નેશનલ સિલેક્ટર 2 - image

Leave a Reply

Your email address will not be published.