ICC રેન્કિંગ: દુનિયાનો નંબર વન બોલર બન્યો વરુણ ચક્રવર્તી, બુમરાહ-બિશ્નોઈના રેકોર્ડની કરી બરાબરી

Home » Latest Update » ICC રેન્કિંગ: દુનિયાનો નંબર વન બોલર બન્યો વરુણ ચક્રવર્તી, બુમરાહ-બિશ્નોઈના રેકોર્ડની કરી બરાબરી
icc-રેન્કિંગ:-દુનિયાનો-નંબર-વન-બોલર-બન્યો-વરુણ-ચક્રવર્તી,-બુમરાહ-બિશ્નોઈના-રેકોર્ડની-કરી-બરાબરી

Varun Chakaravarthy ICC Rankings: એશિયા કપ 2025માં ટીમ ઈન્ડિયા માટે રમી રહેલા ભારતીય ટીમના સ્પિનર બોલર વરુણ ચક્રવર્તીને લઇને એક સારા સમાચાર સામે આવ્યા છે. વરુણ ચક્રવર્તી દુનિયાનો નંબર વન T-20 બોલર બની ગયો છે. વરુણ ત્રીજો એવો ભારતીય બોલર છે જે T20I બોલિંગ રેન્કિંગમાં પ્રથમ સ્થાને છે. તેને આ સિદ્ધિ એશિયા કપમાં UAE સામેની ભારતીય ટીમની પહેલી મેચમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ પ્રાપ્ત થઈ છે. તેની પહેલા જસપ્રીત બુમરાહ અને રવિ બિશ્નોઈએ આ કમાલ કર્યું હતું.  વરુણ ચક્રવર્તી સિવાય માત્ર રવિ બિશ્નોઈ T20I રેન્કિંગમાં ટોપ 10માં જગ્યા બનાવનાર ભારતીય ખેલાડી છે. T20I માં રવિ હવે 8માં નંબર પર છે અને અક્ષર પટેલ 12માં નંબરે છે. 

આ પણ વાંચો: ભારતીય ક્રિકેટમાં મોટા ફેરબદલના એંધાણ! વર્લ્ડકપના હીરો રહેલા આ 2 ખેલાડી બની શકે છે નેશનલ સિલેક્ટર

વરુણ ચક્રવર્તીએ રચ્યો ઇતિહાસ 

T20Iની રેન્કિંગમાં પહેલા સ્થાને આવવુ વરુણ ચક્રવર્તી માટે એક મોટી ઉપલબ્ધિ છે. તે તમિલનાડુનો પહેલા ખેલાડી છે જે T-20માં નંબર બોલર છે. વરુણ ચક્રવર્તીની T20 કારકિર્દીની વાત કરીએ તો આ ખેલાડીએ અત્યાર સુધી કમાલનું પ્રદર્શન કર્યું છે. 34 વર્ષના આ બોલરે 2021માં T20 આંતરરાષ્ટ્રીયમાં ડેબ્યૂ કર્યું હતું. આ ખેલાડીએ અત્યાર સુધી 20 T20I મેચ રમી છે અને તેણે 35 વિકેટ હાસિલ કર્યા છે. વરુણની T20માં ઇકોનોમી રેટ માત્ર 6.83 છે અને તે 2 વાર T20 માં પાંચ વિકેટ હાસિલ કરી ચૂક્યો છે. 

એશિયા કપમાં ટ્રમ્પ કાર્ડ

વરુણ ચક્રવર્તી એશિયા કપમાં પણ ટીમ ઈન્ડિયા માટે ટ્રમ્પ કાર્ડ છે. તેણે બંને મેચોમાં બે વિકેટ હાંસલ કરી છે, પણ તેની ઈકોનોમી રેટ સારી છે. મોટી વાત એ છે કે વરુણ પાવરપ્લેથી લઈને ડેથ ઓવર્સમાં પણ સારી બોલિંગ કરી શકે છે. દુબઈ અને અબુ ધાબીની પિચો સ્પિનરો માટે યોગ્ય છે અને વરુણ ત્યાં વિકેટો લઈને તબાહી મચાવી શકે છે. હાલમાં ટીમ ઈન્ડિયાની બંને મેચમાં કુલદીપ યાદવે 2 મેચોમાં 7 વિકેટ લઇને કમાલ કરી હતી. UAE સામેની મેચમાં તેણે ચાર વિકેટ અને પાકિસ્તાન સામે ત્રણ વિકેટ લીધી હતી. હવે એ જોવાનું બાકી રહ્યું કે આગળની મેચમાં વરુણનું પ્રદર્શન કેવું રહેવાનું છે.  

Leave a Reply

Your email address will not be published.