અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે વડાપ્રધાન મોદીને 75મા જન્મદિવસની આપી શુભેચ્છા, PMએ માન્યો આભાર

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે વડાપ્રધાન મોદીને 75મા જન્મદિવસની આપી શુભેચ્છા, PMએ માન્યો આભાર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે મોડી રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન પર સંબોધી તેમની 75મા જન્મદિવસની શુભેચ્છા આપી.

ફોનચર્ચા દરમિયાન બંને નેતાઓએ ભારત-અમેરિકા વચ્ચેના સશક્ત રાજકીય ભાગીદારી, વૈશ્વિક મુદ્દાઓ અને યુક્રેન યુદ્ધના શાંતિપૂર્ણ સમાધાન માટેની શક્યતાઓ પર વાતચીત કરી. રાષ્ટ્રપતિ ટ્રમ્પે બંને દેશોની ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી.

વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પર રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર વ્યક્ત કરતા લખ્યું, “તમારા ફોન કોલ અને જન્મદિવસની શુભેચ્છા માટે આભાર, મારા મિત્ર રાષ્ટ્રપતિ ટ્રમ્પ. તમારી જેમ, હું પણ ભારત-અમેરિકા વચ્ચે વ્યાપક અને વૈશ્વિક ભાગીદારીને નવી ઊંચાઈઓ પર પહોંચાડવા માટે પુરી રીતે પ્રતિબદ્ધ છું. અમે યુક્રેન યુદ્ધના શાંતિપૂર્ણ સમાધાન માટે તમારા પ્રયત્નોનું સમર્થન કરીએ છીએ.”

જાનકારી પ્રમાણે, વડાપ્રધાન મોદી આ વર્ષે પોતાના 75મા જન્મદિવસની ઉજવણી મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ભેંસોલા ગામમાં કરશે. અહીં તેઓ મહિલાઓ અને પરિવાર કલ્યાણ માટે આરોગ્ય અને પોષણ પર આધારિત ‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર’ અભિયાન શરૂ કરશે.

ઉપરાંત, ટેક્સટાઈલ ઉદ્યોગ માટે દેશના પ્રથમ ‘પીએમ મિત્ર પાર્ક’નું શિલાન્યાસ કરશે, જેનાથી ટેક્સટાઈલ હબની સ્થાપના, નિકાસમાં વધારો અને સ્થાનિક રોજગારીની તકો વધશે.

 

Leave a Reply

Your email address will not be published.