ભરૂચની સ્ટેશન રોડ મિશ્ર શાળા 39માં આજે વાલીઓએ ઉગ્ર રજૂઆત કરી હતી. શાળાના પ્રિન્સીપાલ માયા જાદવ વિરુદ્ધ આક્ષેપ કરવામાં આવ્યા હતા કે તેઓ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાના બદલે લવ સ્ટોરીની વાતો કરે છે અને શાળાના અન્ય શિક્ષકોને હેરાન કરે છે.
વાલીઓએ શાળામાં હાજરી આપીને જિલ્લા પંચાયત સમક્ષ માગણી કરી કે પ્રિન્સીપાલને તાત્કાલિક હટાવવામાં આવે, નહીં તો બાળકોના ભવિષ્ય પર પ્રતિકૂળ અસર પડશે.

પૂર્વ વિદ્યાર્થી શીતલ વાઘેલાએ પણ આક્ષેપ કર્યો કે પ્રિન્સીપાલ શાળાના શિક્ષકો સામે અફવા ફેલાવે છે અને તેમને માનસિક હેરાનગતિ કરે છે. વાલીઓએ જણાવ્યું કે શિક્ષણના વાતાવરણમાં અવરોધ ઉભા કરનાર જવાબદાર વ્યક્તિ સામે કડક પગલાં લેવામાં આવે.
પ્રિન્સીપાલ માયા જાદવે પોતાને લગતા તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી દીધા છે. તેમણે જણાવ્યું કે શાળાના કેટલાક જૂના શિક્ષકો ગેરરીતિ કરીને સરકારની સ્વાધ્યાય પોથીનું વેચાણ કરે છે અને મેં આ મુદ્દે ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરી હતી.
તેમની માને તો આ આખો વિવાદ તેમના વિરોધમાં ઊભો કરવામાં આવ્યો છે જેથી સાચા મુદ્દાઓ છુપાઈ જાય.

Leave a Reply