Image Source: IANS
India vs Oman Match: ભારતીય ટીમ આજ શુક્રવારે(19 સપ્ટેમ્બર) અબુ ધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમ ખાતે ઓમાન સામે એશિયા કપ 2025ની છેલ્લી લીગ મેચ રમી રહી છે. ભારતીય ટીમ આ મેચ માટે પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કર્યો છે, જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે. સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળના ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે ગ્રુપ સ્ટેજમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતીય ટીમે અગાઉની મેચોમાં યુએઈ અને પછી પાકિસ્તાનને હરાવ્યું હતું.
India vs Oman Match Updates
• ઓમાન સામેની મેચમાં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી
ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ઓમાનની ટીમ બોલિંગ કરવા ઉતરશે.
• બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન
ભારતની પ્લેઈંગ ઈલેવન: અભિષેક શર્મા, શુભમન ગિલ, સંજૂ સેમસન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ.
ઓમાનની પ્લેઈંગ ઈલેવન: આમિર કલીમ, જતિંદર સિંહ (કેપ્ટન), હમ્માદ મિર્જા, વિનાયક શુક્લા (વિકેટકીપર), શાહ ફૈઝલ, જિક્રિયા ઇસ્લામ, આર્યન બિષ્ટ, મોહમ્મદ નદીમ, શકીલ અહમદ, સમય શ્રીવાસ્તવ અને જિતેન રામાનંદી.
ભારત હાલની ટુર્નામેન્ટમાં પહેલીવાર અબુ ધાબીમાં રમી રહી છે
ભારત માટે એકમાત્ર અજાણી બાબત શેખ ઝાયેદ સ્ટેડિયમની વિકેટ હશે, જ્યાં તેઓ આ ટુર્નામેન્ટની તેમની એકમાત્ર મેચ રમશે. હકીકતમાં, ભારતીય ટીમ પ્રેક્ટિસ માટે અબુ ધાબી પણ નથી જઈ રહી, કારણ કે ત્યાં પહોંચવામાં બસ દ્વારા બે કલાક લાગે છે.

Leave a Reply