ફજેતી બાદ પણ ન સુધર્યું પાકિસ્તાન… હવે ICCને મોકલી સ્પષ્ટતા, નિયમોના ઉલ્લંઘનનો કર્યો ઇનકાર

Home » Latest Update » ફજેતી બાદ પણ ન સુધર્યું પાકિસ્તાન… હવે ICCને મોકલી સ્પષ્ટતા, નિયમોના ઉલ્લંઘનનો કર્યો ઇનકાર
ફજેતી-બાદ-પણ-ન-સુધર્યું-પાકિસ્તાન…-હવે-iccને-મોકલી-સ્પષ્ટતા,-નિયમોના-ઉલ્લંઘનનો-કર્યો-ઇનકાર

Image Source: IANS

Handshake Controversy: એશિયા કપ 2025માં પાકિસ્તાની ક્રિકેટ ટીમ પોતાની રમતના બદલે બીજા મુદ્દાઓને લઈને ચર્ચામાં છે. સંયુક્ત અરબ અમીરાત(UAE) વિરૂદ્ધ મેચ પહેલા પાકિસ્તાનની ટીમે ખૂબ નાટક કર્યું હતું. પાકિસ્તાનની ટીમે કહ્યું હતું કે, જો મેચ રેફરી એન્ડી પાયક્રાફ્ટને નહીં હટાવવામાં આવે તો તેઓ એશિયા કપથી હટી જશે. જો કે, બાદમાં પાકિસ્તાની ટીમ UAE સામે મેચ રમવા આવી, જ્યાં મેચ રેફરી એન્ડી પાયક્રાફ્ટ જ હતા.

UAE વિરૂદ્ધ મેચ પહેલા એન્ડી પાયક્રોફ્ટના કેપ્ટન સલમાન અલી આગા, કોચ માઇક હેસન અને ટીમ મેનેજર નવીદ અકરમ ચીમાની સાથે બેઠક થઈ હતી. આ બેઠકમાં ટીમના મીડિયા મેનેજર નઈમ ગિલાની પણ સામેલ થઈ ગઈ હતી, જે આઈસીસીના પ્લેયર્સ એન્ડ મીડિયા ઓપરેશન્સ એરિયા (PMOA)ના નિયમોનું ઉલ્લંઘન હતું. પીસીબીએ એક મ્યૂટ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરીને દાવો કર્યો કે એન્ડી પાયક્રાફ્ટે માફી માગી લીધી છે. પરંતુ સત્ય હતું કે પાયક્રાફ્ટે માત્ર હાથ મિલાનારા વિવાદને લઈને અફસોસ વ્યક્ત કર્યો હતો.

ત્યારે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના સીઈઓ સંજોગ ગુપ્તાએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ને ઈમેઈલ મોકલ્યો હતો, જેમાં ખેલાડીઓ અને ટીમના અધિકારીઓ તરફથી કરાયેલા નિયમોના ઉલ્લંઘનની માહિતી આપી હતી. આઈસીસી સમગ્ર મામલાને લઈને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ વિરૂદ્ધ એક્શન લેવાનો વિચાર કરી રહ્યું છે.

આ પણ વાંચો: વિશ્વના સૌથી ઝડપી દોડવીર ઉસૈન બોલ્ટને હવે પગથિયાં ચઢવામાં પણ તકલીફ! કરોડરજ્જુ વાંકી વળી ગઈ

PCBએ સ્પષ્ટતામાં શું કહ્યું?

જો કે, પીસીબીની અકડ ઓછું થવાનું નામ નથી લઈ રહી. નિયમોના ઉલ્લંઘનના આરોપો પર પીસીબીએ પોતાની સ્પષ્ટતા કરી છે. આઈસીસીને મોકલેલા જવાબમાં પીસીબીએ કોઈપણ રીતે ભૂલ માનવાનો ઇનકાર કર્યો છે. પીસીબીનું કહેવું છે કે, કેમેરાની સાથે મીડિયા મેનેજરની હાજરી પીઓમઓએમાં SOPનો ભાગ છે. જો આ નિયમો વિરૂદ્ધ હતું તો મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટને તાત્કાલિક માહિતી આપવી જોઈતી હતી.

ટૂર્નામેન્ટના એક સૂત્રએ સમાચાર એજન્સી પીટીઆઈને કહ્યું કે, ‘મીડિયા મેનેજર ટીમનો ભાગ છે, જે તેને પીએમઓએ સુધી જવાની મંજૂરી આપે છે. ત્યાં મીડિયા મેનેજરની હાજરીથી કોઈ ઉલ્લંઘન નથી થયું. જો SOPનું પાલન નથી કરાયું, તો આઈસીસીને મેચ રેફરીને પૂછવું જોઈએ કે શું સમગ્ર મામલાની માહિતી એન્ટી કરપ્શન યૂનિટને આપવામાં આવી હતી કે નહીં.’

આ પણ વાંચો: VIDEO: મેચમાં જીત બાદ જ શ્રીલંકન ખેલાડીને મળ્યા પિતાના નિધનના સમાચાર, દ્રશ્ય જોઈ હૈયું ધ્રુજી જશે

Leave a Reply

Your email address will not be published.