Image Source: IANS
Asia Cup 2025: એશિયા કપ 2025માં છેલ્લી ગ્રુપ મેચમાં ભારતીય ટીમે ઓમાનની ટીમને 21 રનથી હરાવી હતી. ભારતે ટોસ જીતને પહેલી બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટના નુકસાને 188 રન બનાવ્યા હતા. ત્યારે ઓમાનની ટીમે 4 વિકેટના નુકસાને 167 રન બનાવ્યા હતા. આ મેચમાં ભારતીય ટીમના ચાહકોએ ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ પાસેથી સારા પ્રદર્શનની ઘણી આશા રાખી હતી, પણ સૂર્યકુમાર યાદવ 10માં નંબરે પણ બેટિંગ કરવા ઉતર્યો નહોતો. તેની જગ્યાએ આ મેચમાં 10માં નંબર પર કુલદીપ યાદવને બેટિંગ કરવા ઉતર્યો હતો. આ મેચમાં હર્ષિત રાણાએ 13 રન અને કુલદીપે 1 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. ભારતના ભૂતપૂર્વ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે જણાવ્યું કે, શા માટે સૂર્યકુમાર યાદવ 10માં નંબરે બેટિંગ કરવા મેદાને આવ્યો નહોતો? ગાવસ્કરે તેના બે કારણો જણાવ્યા હતા.
સૂર્યકુમાર યાદવ કેમ બેટિંગ કરવા ઉતર્યો નહીં?
ગાવસ્કરે ઈરફાન પઠાણ સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, ‘જો તે એક ઓવર પણ બેટિંગ કરવા મેદાનમાં આવ્યા હોત તો બે-ત્રણ સિક્સ કે બે-ત્રણ ફોર ફટકારી દેત. તે ટીમ માટે સારું રહેતું. પરંતુ જે રીતે તેમને પાકિસ્તાન સામે 37 બોલમાં 47 રન ફટકાર્યા, તે જોઈને એવું લાગે છે કે સૂર્યાને બેટિંગની પ્રેક્ટિસની જરૂર નથી. કદાચ સૂર્યાએ એવું પણ વિચાર્યું હશે કે કોઇ પણ મેચમાં ટીમની જલદી વિકેટ પડી જાય તો કુલદીપ યાદવ બેટિંગમાં કામ આવી શકે છે. આ કારણે સૂર્યાએ કુલદીપને બેટિંગ માટે 10માં નંબરે ઉતાર્યો હોઇ શકે.’
સુપર-4માં આવતીકાલે ભારત-પાકની મેચ
જણાવી દઈએકે, UAE અને પાકિસ્તાનની ટીમને હરાવ્યા બાદ ભારતે સુપર-4માં એન્ટ્રી મેળવી લીધી હતી. હવે ભારતીય ટીમે ઓમાન સામેની મેચમાં લોવર ઓર્ડર બેટરને બેટિંગ કરવાની તક મળે તે માટે ફેરફાર કર્યા હતા. હાર્દિક પંડ્યા ચોથા અને અક્ષય પટેલ પાંચમાં નંબરે બેટિંગ કરવા મેદાને આવ્યા હતા. ત્યારે સંજૂ સેમસન ત્રીજા ક્રમે ઉતર્યો હતો. ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે બધા બોલરને બેટિંગ કરવાની તક આપી હતી. ભારતે પ્લેઇંગ ઇલેવનમાં બે મોટા ફેરફાર કર્યા હતા. ફાસ્ટ બોલર બુમરાહ અને સ્પિનર વરુણ ચક્રવર્તીની જગ્યાએ હર્ષિત અને અર્શદીપ સિંહને તક આપી હતી. હવે ભારતની સુપર-4માં પહેલી મેચ પાકિસ્તાનની ટીમ સામે છે. આ મેચ દુબઇના ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

Leave a Reply