આવતીકાલથી માં દુર્ગાની આરાધનાનું પાવન પર્વ નવરાત્રિ શરૂ થઈ રહ્યું છે. ખિલૈયાઓ ગરબા રમવાના ઉત્સાહ સાથે તૈયારીઓમાં લાગી ગયા છે, જ્યારે ભારે વરસાદની આગાહી હોવા છતાં ગરબા રમવાનો ઉત્સાહ જોરદાર જોવા મળ્યો છે.
અમદાવાદ પોલીસ અને રાજ્ય ગૃહરાજ્ય મંત્રીએ મોડી રાત સુધી ગરબા રમવાની છૂટ સુનિશ્ચિત કરી છે. મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આ વર્ષે નવરાત્રિ વિશેષ રહેશે, કારણ કે “માં અંબાની ભક્તિ અને ઓપરેશન સિંદૂરની શક્તિ” જોવા મળશે.
પોલીસ દ્વારા પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને આયોજકોને પણ સરકાર અને પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિયમોનું પાલન કરવું જરૂરી રહેશે.

કોમર્શિયલ ગરબા માટે આયોજકો સંપૂર્ણ જવાબદાર રહેશે. રમતગમત અને ભક્તિમાં કોઈપણ પ્રકારની ખલેલ ચાલતી નહી રહે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.
હર્ષ સંઘવીએ લોકોને સૂચના આપી કે, માતા-બહેનને કોઈ તકલીફ પડે તો 112 પર તરત સંપર્ક કરવો, પોલીસ ટીમ તરત ઘટના સ્થળે પહોંચી જશે.
તેઓએ જણાવ્યું કે, શહેર અને ગામડાઓમાં નાના વેપારીઓ રાત દિવસ મહેનત કરીને ગરબા પર્વ દરમિયાન ખાણી-પીણી અને સામાનની વ્યવસ્થા કરી રહ્યા છે.
આ પગલાં નવરાત્રિ દરમિયાન સમૃદ્ધ અને સલામત તહેવારની સુનિશ્ચિતતા આપે છે, જેથી લોકો ભક્તિ અને આનંદ બંને અનુભવી શકે.

Leave a Reply