Day: September 22, 2025

Home » Archives for Mon, 22 Sep 2025
નારાયણપુરમાં સુરક્ષાદળોની મોટી સફળતા: 40-40 લાખના ઈનામી બે નક્સલી કમાન્ડરો ઠાર
Post

નારાયણપુરમાં સુરક્ષાદળોની મોટી સફળતા: 40-40 લાખના ઈનામી બે નક્સલી કમાન્ડરો ઠાર

છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં સુરક્ષાદળોએ મોટી કાર્યવાહી અંજામ આપી છે અને બે ટોચના નક્સલી કમાન્ડરોને ઠાર કર્યા છે. આ બંને પર 40-40 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરાયું હતું. સુરક્ષાદળોએ જેઓને ઠાર કર્યા છે તે રાજૂ દાદા ઉર્ફ કટ્ટા રામચંદ્ર રેડ્ડી અને કોસા દાદા ઉર્ફ કાદરી સત્યનારાયણ તરીકે ઓળખાય છે. બંને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાના (માઓવાદી) કેન્દ્રીય...

બગરામ એરબેઝ મામલે તાલિબાનની ટ્રમ્પને ચેતવણી: “ઈતિહાસમાંથી શીખો, અમારી જમીન અખંડ છે”
Post

બગરામ એરબેઝ મામલે તાલિબાનની ટ્રમ્પને ચેતવણી: “ઈતિહાસમાંથી શીખો, અમારી જમીન અખંડ છે”

અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બગરામ એરબેઝ સંબંધિત નિવેદન બાદ અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે કડક પ્રતિસાદ આપ્યો છે. ટ્રમ્પે પોતાની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર લખ્યું હતું કે જો અફઘાનિસ્તાન બગરામ એરબેઝ પરત નહીં કરે તો તેનો ગંભીર પરિણામ ભોગવવો પડશે. આ નિવેદન બાદ તાલિબાને અમેરિકાને ચેતવણી આપતાં કહ્યું છે કે અફઘાનિસ્તાનના આંતરિક મામલાઓમાં કોઈ...

લાલુ પ્રસાદ યાદવ સામેનો ‘લેન્ડ ફોર જોબ્સ’ કેસ ઝડપથી આગળ વધશે, દિલ્હી કોર્ટમાં રોજિંદી સુનાવણીનો આદેશ
Post

લાલુ પ્રસાદ યાદવ સામેનો ‘લેન્ડ ફોર જોબ્સ’ કેસ ઝડપથી આગળ વધશે, દિલ્હી કોર્ટમાં રોજિંદી સુનાવણીનો આદેશ

બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ સામેનો મની લોન્ડરિંગ કેસ હવે ઝડપી ગતિએ આગળ વધશે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટએ આ કેસમાં મહત્વપૂર્ણ આદેશ આપતાં જણાવ્યું છે કે લેન્ડ ફોર જોબ્સ કૌભાંડની સુનાવણી હવે 13 ઓક્ટોબરથી દરરોજ યોજાશે. આ કેસમાં લાલુ યાદવ સાથે તેમની પત્ની રાબડી દેવી, પુત્રો તેજસ્વી અને તેજપ્રતાપ યાદવ તથા...

GST 2.0 બાદ નાણાપ્રધાન નિર્મલા સીતારમણનું વેપારીઓને સંદેશ: ગ્રાહકોને ‘દેવતાઓ’ની જેમ વ્યવહાર કરવો
Post

GST 2.0 બાદ નાણાપ્રધાન નિર્મલા સીતારમણનું વેપારીઓને સંદેશ: ગ્રાહકોને ‘દેવતાઓ’ની જેમ વ્યવહાર કરવો

દેશભરમાં GST 2.0ના રાષ્ટ્રવ્યાપી અમલીકરણ પછી કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સોમવારે પૂર્વ દિલ્હીના લક્ષ્મીનગર ખાતે વેપારીઓ અને ગ્રાહકો સાથે સીધી મુલાકાત કરી અને નવા સુધારા અંગે ચર્ચા કરી. આ મુલાકાત દરમિયાન નાણાપ્રધાને વેપારીઓને સંદેશ આપ્યો કે ગ્રાહકો સાથે ‘દેવતાઓ’ જેવો વ્યવહાર કરવો જોઈએ અને નવા GST સુધારાઓનો હેતુ પણ ગ્રાહકોને લાભ પહોંચાડવાનો છે. નિર્મલા સીતારમણે...

અમિત શાહે રાજકોટમાં ભાજપના આંતરિક જૂથવાદ મુદ્દે બેઠક યોજી, મહાનગર પાલિકા ચૂંટણીને લઇને ચર્ચા
Post

અમિત શાહે રાજકોટમાં ભાજપના આંતરિક જૂથવાદ મુદ્દે બેઠક યોજી, મહાનગર પાલિકા ચૂંટણીને લઇને ચર્ચા

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે રાજકોટની મુલાકાતે ભાજપના આંતરિક જૂથવાદ મુદ્દે મહત્વપૂર્ણ બેઠક યોજી. સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી આ બેઠકમાં મ્યુનિસિપલ કોર્પોરેશન, શહેર અને જિલ્લા સંગઠનના આગેવાનો સહિત માર્કેટિંગ યાર્ડના પદાધિકારીઓ હાજર રહ્યા. બેઠકમાં પાર્ટી જોગવાઈ અને આંતરિક જૂથવાદને કાબૂમાં રાખવા ઉપરાંત આવનારી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી....

Post

અમિત શાહની સુરત મુલાકાત: ઇસ્કોન મંદિરનું ભૂમિપૂજન, પાટીલના ઘરે રાત્રી ભોજન અને GST રાહત પર ટ્વિટ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ નવરાત્રિના પહેલા નોરતે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. સુરતમાં તેમણે કોસમાડા ખાતે રૂ.101 કરોડના ખર્ચે નિર્માણ થનાર ઈસ્કોન વરાછા મંદિરનું ભૂમિપૂજન કર્યું. ભૂમિપૂજન દરમ્યાન ગૃહ મંત્રીએ યજ્ઞમાં આહૂતિ આપી અને મંદિરના દાતાઓ-શ્રેષ્ઠીઓને પુષ્પગુચ્છ અર્પણ કરીને આવકાર્યા. આ મંદિર 3.51 લાખ ચોરસ ફૂટમાં વિકસાવવામાં આવશે અને ધાર્મિક ઉપરાંત સંસ્કૃતિ અને...

…જ્યારે-ધોનીએ-શ્રીલંકા-સામે-‘ગન-સેલિબ્રેશન’-કર્યું-હતું,-અનેક-ખેલાડીઓ-પણ-રહ્યા-છે-ચર્ચામાં
Post

…જ્યારે ધોનીએ શ્રીલંકા સામે ‘ગન સેલિબ્રેશન’ કર્યું હતું, અનેક ખેલાડીઓ પણ રહ્યા છે ચર્ચામાં

Image Source: IANS  India vs Pakistan, Asia Cup 2025: એશિયા કપ 2025માં સુપર ફોરની બીજી મેચમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવી વિજયનો પરચમ લહેરાવ્યો હતો. આ મેચમાં પાકિસ્તાનના ખેલાડીઓની પણ શરમજનક હરકતો પણ જોવા મળી હતી. આ મેચમાં પાકિસ્તાનના ખેલાડી ફરહાને પણ હાફ સેન્ચુરી ફટકારી હતી. ત્યારે ફરહાનને તેનું સેલિબ્રેશન પણ બંદૂકની જેમ બેટ પકડીને ‘ગન...

બનાસ ડેરી ચૂંટણી: પૂર્વ સાંસદ પરબત પટેલે ડિરેક્ટર તરીકે ફોર્મ ભર્યું, નિયામક મંડળ બિનહરીફ થવાના સંકેત
Post

બનાસ ડેરી ચૂંટણી: પૂર્વ સાંસદ પરબત પટેલે ડિરેક્ટર તરીકે ફોર્મ ભર્યું, નિયામક મંડળ બિનહરીફ થવાના સંકેત

બનાસકાંઠા જિલ્લામાં બનાસ ડેરીની નિયામક મંડળની આગામી ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ હતો. પૂર્વ સાંસદ પરબત પટેલે ધાનેરા બેઠક પરથી ડિરેક્ટર તરીકે ફોર્મ ભર્યું છે. તેમણે જણાવ્યું કે, આજની પ્રક્રિયા પૂરી થયા પછી લગભગ સમગ્ર નિયામક મંડળ બિનહરિફ થવાનો સંકેત છે. પેટલના જણાવ્યા અનુસાર, તેમણે ફોર્મ ભરતા કહ્યું કે બનાસ ડેરીની પ્રતિષ્ઠા,...

નવરાત્રિમાં 792 સ્થળે ગરબા યોજાશે, પોલીસ સજ્જ: સોશિયલ મીડિયામાં ધાર્મિક ટીપ્પણીઓ પર ખાસ નજર
Post

નવરાત્રિમાં 792 સ્થળે ગરબા યોજાશે, પોલીસ સજ્જ: સોશિયલ મીડિયામાં ધાર્મિક ટીપ્પણીઓ પર ખાસ નજર

આજથી નવરાત્રિના પાવન પર્વની શરૂઆત થતાં અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ તત્પરતા સાથે તૈયારીઓમાં લાગી છે. શહેરમાં 84 ગરબા આયોજન માટે અરજીઓ આવી છે, જેમાંથી 29 આયોજકોને મંજૂરી આપી દીધી છે. ગ્રામ્ય વિસ્તારમાં નવરાત્રિના તહેવાર દરમિયાન 792 સ્થળોએ ગરબા યોજાશે. પોલીસ સતત પેટ્રોલિંગ અને સુરક્ષા માટે ગતિવિધિઓ શરૂ કરી રહી છે. અમદાવાદ ગ્રામ્ય એસપી...

બેંગ્લુરુ-વારાણસી એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટમાં મુસાફરે કોકપિટમાં પ્રવેશવાનો કર્યો પ્રયાસ, CISF હવાલે
Post

બેંગ્લુરુ-વારાણસી એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટમાં મુસાફરે કોકપિટમાં પ્રવેશવાનો કર્યો પ્રયાસ, CISF હવાલે

બેંગ્લુરુ-વારાણસી એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ IX-1086માં સોમવારે એક ભયાનક ઘટના બની, જ્યારે એક મુસાફરે કોકપિટનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો. ઘટનાની જાણ થતા મુસાફરોમાં ભય અને હાહાકાર ફેલાયો, પરંતુ પાયલટ અને ક્રૂના ઝડપી પગલાંઓને કારણે કોકપિટ સુરક્ષિત રહ્યું. યાત્રીને બાદમાં સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF) હવાલે કરવામાં આવ્યા. એર ઇન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ જણાવ્યું કે મુસાફર કોકપિટ...