VIDEO: IND vs PAK મેચમાં પાક. બોલરે ‘ફાઈટર જેટ’ પ્લેનની નકલ કરતાં ફેન્સ ભડક્યાં

Home » Latest Update » VIDEO: IND vs PAK મેચમાં પાક. બોલરે ‘ફાઈટર જેટ’ પ્લેનની નકલ કરતાં ફેન્સ ભડક્યાં
video:-ind-vs-pak-મેચમાં-પાક.-બોલરે-‘ફાઈટર-જેટ’-પ્લેનની-નકલ-કરતાં-ફેન્સ-ભડક્યાં

India VS Pakistan: એશિયા કપ 2025માં સુપર 4ની મેચમાં ભારતે ફરી એકવાર પાકિસ્તાનને હરાવ્યું. પહેલા બેટિંગ કરતા પાકિસ્તાને ભારતને 172 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. અભિષેક શર્માની તોફાની ઈનિંગ્સને કારણે ભારતે 7 બોલ અને 6 વિકેટ બાકી રહેતા આ લક્ષ્યનો સરળતાથી ચેઝ કરી લીધો હતો. પરંતુ આ મેચમાં પાકિસ્તાનના બોલર શાહીન આફ્રિદી અને હરિસ રઉફ અભિષેક શર્માનું ધ્યાન ભટકાવી રહ્યા હતા. જ્યારે હરિસ રઉફ બાઉન્ડ્રી પર ઊભો હતો. ત્યારે તે ફાઇટર જેટની નકલ કરી રહ્યો હતો. આ દરમિયાન ભારતીય ફેન્સે કોહલી-કોહલીના નામના નારા લગાવીને તેને ચીડવ્યો હતો. 

હરિસ રઉફની નકલનો વીડિયો વાઈલર 

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે ચાહકો કોહલી-કોહલી કહીને હરિસ રઉફને ચીડવી રહ્યા હતાં, ત્યારે તેણે ફાઇટર જેટની નકલ કરી રહ્યો હતો. આ વીડિયો વાઈરલ થયા પછી સોશિયલ મીડિયા પર ભારતીય ફેન્સ તેમને ઓપરેશન સિંદૂરની યાદ અપાવી, જે ભારતીય સેના દ્વારા પહલગામ હુમલાનો બદલો લેવામાં માટે કર્યો હતો.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ કેવી રહી?

ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમે આક્રમક શરૂઆત કરી હતી. ફખર ઝમાન અને સાહિબઝાદા ફરહાન (58) એ પ્રથમ વિકેટ માટે 15 બોલમાં 21 રન ઉમેર્યા. હાર્દિક પંડ્યાએ આ ભાગીદારી તોડી ભારતને પહેલી સફળતા અપાવી. ત્યારબાદ સેમ અયુબ ફરહાન સાથે જોડાયો, તેણે 10 ઓવરમાં 91 રન બનાવ્યા. તે દરમિયાન એવું લાગતું હતું કે પાકિસ્તાન 200 સુધી પહોંચી શકે છે. પરંતુ ઈનિંગ્સના મધ્યમાં, શિવમ દુબેએ સેમ અયુબ અને સાહિબઝાદા ફરહાનના રૂપમાં બે મહત્ત્વપૂર્ણ વિકેટો લઈને પાકિસ્તાનની ગતિ અટકાવી. તેમને કુલદીપ યાદવનો પણ સાથ મળ્યો. પાકિસ્તાન 20 ઓવરમાં 171 રન બનાવવામાં સફળ રહ્યું.

આ પણ વાંચો: અભિષેક શર્માએ ઇતિહાસ રચ્યો, T20I માં છગ્ગાનો વર્લ્ડ રેકોર્ડ, યુવરાજ આ મામલે પાછળ

આ સ્કોરનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે અભિષેક શર્મા (74) અને શુભમન ગિલ (47)ની જોડી સાથે શાનદાર શરૂઆત કરી. તેમણે 9.5 ઓવરમાં પહેલી વિકેટ માટે 105 રન ઉમેર્યા. ત્યારબાદ અન્ય બેટર માટે કાર્ય સરળ બન્યું. સૂર્યકુમાર યાદવે ભલે ખાતું ખોલાવ્યું ન હોય, પરંતુ તિલક વર્માએ 19 બોલમાં 30 રન બનાવીને ભારતને જીત અપાવી હતી. 

Leave a Reply

Your email address will not be published.