ભારતે પાકિસ્તાની વિમાનો માટે એરસ્પેસ પ્રતિબંધ 24 ઓક્ટોબર સુધી લંબાવ્યો

ભારતે પાકિસ્તાની વિમાનો માટે એરસ્પેસ પ્રતિબંધ 24 ઓક્ટોબર સુધી લંબાવ્યો

ભારત-પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે ભારત સરકારે પાકિસ્તાની વિમાનો માટે પોતાના એરસ્પેસના પ્રતિબંધને 24 ઓક્ટોબર સુધી લંબાવ્યો છે.

આ પ્રતિબંધનો અમલ 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ શરૂ થયો હતો, જેમાં 26 નાગરિકોના મોત થયા હતા. હુમલા બાદ ભારતે “ઓપરેશન સિંદૂર” મિશન હેઠળ પાકિસ્તાની આતંકી ઠેકાણા તથા એરસ્પેસને નિશાન બનાવીને મોટી કાર્યવાહી કરી હતી.

આ નવા નિર્ણય અનુસાર પાકિસ્તાની સૈન્ય કે નાગરિક વિમાનો, તેમજ પાકિસ્તાની એરલાઈન્સ દ્વારા ખરીદેલા અથવા લીઝ પર લીધેલા કોઈપણ વિમાનને 23 ઓક્ટોબરની રાત્રે 11:59 સુધી ભારતીય એરસ્પેસમાં પ્રવેશ કરવાની મંજૂરી નહીં મળે.

આ પ્રતિબંધને લઈને ભારત અને પાકિસ્તાન બંનેએ અલગ-અલગ નોટિસ ટુ એરમેન (NOTAM) જાહેર કરી છે.

પ્રતિબંધને કારણે બંને દેશો વચ્ચેની હવાઈ અવરજવરમાં સીધી અસર પડી રહી છે, જેના કારણે મુસાફરોને લાંબા રૂટ અને વધારાના ખર્ચનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પગલું ભારત-પાકિસ્તાન વચ્ચેના ગંભીર સુરક્ષા પડકારો અને રાજકીય તણાવને સ્પષ્ટ રીતે દર્શાવે છે. પાકિસ્તાને પણ જવાબી પગલા રૂપે પોતાની એરસ્પેસ ભારતીય વિમાનો માટે 24 ઓક્ટોબર સુધી બંધ રાખવાની જાહેરાત કરી છે.

 

Leave a Reply

Your email address will not be published.