ગાંધીનગર: રાજ્ય સરકારે તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાના વિભાજન કરીને વાવ-થરાદ નવો જિલ્લો જાહેર કર્યો હતો. તે સમયે કાંકરેજ અને ધાનેરાને નવો વાવ-થરાદ જિલ્લામાં સામેલ કરવાનો નિર્ણય લેવાતા સ્થાનિક સ્તરે વિરોધ શરૂ થયો હતો.
હવે સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા 17 તાલુકાઓમાં કાંકરેજ અને ધાનેરાનો સમાવેશ યથાવત બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવ્યો છે, જેને પગલે બંને તાલુકાના રહેવાસીઓમાં સંતોષ અને ખુશી છવાઈ છે.
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે વાવ, થરાદ, સુઈગામ, ભાભર, દિયોદર અને લાખણી તાલુકાઓને સામેલ કરીને થરાદને જિલ્લા મુખ્ય મથક સાથે નવા વાવ-થરાદ જિલ્લાની રચનાને કેબિનેટે મંજૂરી આપી છે.

નવસર્જિત ઓગડ અને હડાદ તાલુકાઓ બનાસકાંઠામાં જ રહેશે, જ્યારે દિયોદર, લાખણી, ધરણીધર અને રાહ તાલુકાઓ નવા વાવ-થરાદ જિલ્લામાં સામેલ થશે.
વિભાગના નિર્ણય બાદ ધાનેરા અને કાંકરેજના લોકોને થરાદ જિલ્લામાં સામેલ કરવાના વિરોધમાં ભારે આક્રોશ હતો. સ્થાનિક લોકો, પૂર્વ ધારાસભ્યો અને વર્તમાન ધારાસભ્યોએ પણ આંદોલન ચલાવીને ધાનેરા અને કાંકરેજને બનાસકાંઠામાં જ રાખવાની માંગ કરી હતી.
સરકારના તાજેતરના નિર્ણયથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે અને આ નિર્ણયનું સ્વાગત કર્યું છે.

Leave a Reply