માથા પર બોલ વાગતા જ મેદાન પર ઢળી પડ્યો ટીમ ઈન્ડિયાનો ખેલાડી, આપવો પડ્યો બ્રેક

Home » Latest Update » માથા પર બોલ વાગતા જ મેદાન પર ઢળી પડ્યો ટીમ ઈન્ડિયાનો ખેલાડી, આપવો પડ્યો બ્રેક
માથા-પર-બોલ-વાગતા-જ-મેદાન-પર-ઢળી-પડ્યો-ટીમ-ઈન્ડિયાનો-ખેલાડી,-આપવો-પડ્યો-બ્રેક

Prashidh Krishna concussion : ફાસ્ટ બોલર પ્રસિદ કૃષ્ણાને આજે બુધવારે (24 સપ્ટેમ્બર) ઓસ્ટ્રેલિયા  A સામે ભારત A વતી બેટિંગ કરતી વખતે માથા પર બોલ વાગતા મેદાન પર ઢળી પડ્યો હતો. કૃષ્ણાને માથામાં ઈજા થવાના કારણે મેચ વચ્ચે બ્રેક આપવો પડ્યો હતો.

ઇનિંગ્સની 39મી ઓવરમાં ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર હેનરી થોર્નટન બોલિંગ કરતી વખતે પ્રસિદના હેલમેટ પર બોલ વાગ્યો હતો. જેને લઈને મેડિકલ સ્ટાફ દ્વારા તાત્કાલિક ચેક-અપ કર્યુ હતું. જેમાં કર્ણાટકના આ ફાસ્ટ બોલરે ચેકિંગ બાદ પણ બેટિંગ કરવાનું શરૂ રાખ્યું હતું, પરંતુ ત્રણ ઓવર પ છી તેમને મેદાન છોડ્યું હતું. 

વિદર્ભના ફાસ્ટ બોલર યશ ઠાકુરને પ્રસિદના સ્થાને કોન્કશન તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. ટીમના એક સૂત્રએ જણાવ્યું હતું કે, “તે હાલમાં સ્વસ્થ છે. અમે તેના પર નજર રાખી રહ્યા છીએ અને કાલે નિર્ણય લેવામાં આવશે.”

આ પણ વાંચો: IND vs BAN: બાંગ્લાદેશે જીત્યો ટોસ, ભારતને આપી બેટિંગ, જાણો પ્લેઇંગ 11

જ્યારે ઓસ્ટ્રેલિયાની પહેલી ઇનિંગ્સમાં પ્રસિદની બોલિંગનું પ્રદર્શન સામાન્ય રહ્યું અને તેમણે 17 ઓવરમાં 76 રન અપાવ્યા અને ઓપનર કેમ્પબેલ કેલાવેની એકમાત્ર વિકેટ લીધી. 29 વર્ષીય આ ખેલાડીને વેસ્ટ ઇન્ડીઝ સામેની બે મેચની સિરીઝ માટે ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવે તેવી અપેક્ષા છે.

Leave a Reply

Your email address will not be published.