IND vs WI: વેસ્ટ ઇન્ડિઝ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રવિન્દ્ર જાડેજા બન્યો VC

Home » Latest Update » IND vs WI: વેસ્ટ ઇન્ડિઝ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રવિન્દ્ર જાડેજા બન્યો VC
ind-vs-wi:-વેસ્ટ-ઇન્ડિઝ-સીરિઝ-માટે-ટીમ-ઈન્ડિયાની-જાહેરાત,-રવિન્દ્ર-જાડેજા-બન્યો-vc

India Squad For WI Test Series: આગામી મહિને ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે બે ટેસ્ટ મેચની સિરીઝ યોજાશે. પહેલી ટેસ્ટ 2 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અને બીજી ટેસ્ટ 10 ઓક્ટોબરે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. આ સિરીઝ માટે જાહેર થયેલી ટીમમાં ઘણા ફેરફારો થયા છે: જેમાં રવીન્દ્ર જાડેજાને વાઇસ-કેપ્ટન બનાવાયો છે, દેવદત્ત પડિક્કલની વાપસી થઈ છે અને કરુણ નાયરને બહાર કરવામાં આવ્યો છે, જેનું ઇંગ્લેન્ડ પ્રવાસમાં પ્રદર્શન નબળું રહ્યું હતું. અક્ષર પટેલની વાપસીની શક્યતા છે, જ્યારે નીતિશ રેડ્ડીના સમાવેશ અંગે અનિશ્ચિતતા છે.

શ્રેયસ ઐયર પીઠની ઈજાને કારણે ટેસ્ટ ક્રિકેટથી 6 મહિના દૂર

શ્રેયસ ઐયરે સિલેક્શન કમિટીના અધ્યક્ષ અજિત અગરકરને જણાવ્યું છે કે પીઠની જકડનને કારણે તે હાલમાં રેડ-બોલ (ટેસ્ટ) ક્રિકેટ રમી શકશે નહીં. આ કારણોસર, તેણે 6 મહિના માટે રેડ-બોલ ક્રિકેટથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. તે 30 ઓક્ટોબરથી શરૂ થતી ઇન્ડિયા A અને ઓસ્ટ્રેલિયા A વચ્ચેની 3 મેચની સિરીઝમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરશે.

બુમરાહ વેસ્ટ ઈન્ડીઝ સિરીઝ માટે ઉપલબ્ધ, રિષભ પંત ઈજાને કારણે બહાર

જસપ્રીત બુમરાહે વેસ્ટ ઇન્ડિઝ સામેની સિરીઝ માટે પોતાની ઉપલબ્ધતા જણાવી છે. આ ટેસ્ટ સિરીઝ પછી ભારત ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરશે, જ્યાં 3 ODI અને 5 T20I મેચ રમાશે. તાજેતરના ઇંગ્લેન્ડ પ્રવાસમાં બુમરાહ 5માંથી ફક્ત 3 ટેસ્ટ મેચમાં જ રમ્યો હતો. વેસ્ટ ઇન્ડિઝ સામેની બે ટેસ્ટ મેચની સિરીઝ માટે ભારતીય ટીમમાં મોટા ફેરફારોની શક્યતા ઓછી છે. ચોથી ટેસ્ટ (માંચેસ્ટર) દરમિયાન જમણા પગમાં ફ્રેક્ચર થવાને કારણે વિકેટકીપર રિષભ પંત આ સિરીઝમાંથી બહાર રહેશે. તેની જગ્યાએ ધ્રુવ જુરેલને પ્રથમ વિકલ્પ તરીકે તક મળશે અને તમિલનાડુનો એન. જગદીશન બેકઅપ વિકેટકીપર તરીકે રહેશે.

શું માનવ સુથારને તક મળશે?

સ્પિનર માનવ સુથારને ટેસ્ટ ટીમમાં સ્થાન મળી શકે છે, કારણ કે તેણે તાજેતરમાં ઇન્ડિયા A અને ઓસ્ટ્રેલિયા A વચ્ચેની ચાર દિવસીય મેચમાં શાનદાર 5 વિકેટ ઝડપી હતી. 23 વર્ષના આ ખેલાડીએ અત્યાર સુધીની 23 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 95 વિકેટ લીધી છે, જે તેને તક અપાવવા માટે પૂરતું છે. ટીમમાં રવીન્દ્ર જાડેજા પહેલેથી જ છે, તેમ છતાં ભવિષ્યને ધ્યાનમાં રાખીને સિલેક્ટર્સ માનવ સુથાર પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.

આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયાના પ્રવાસ અગાઉ હિટમેનનો નવો અવતાર, રોહિત શર્માએ ઘટાડ્યું 10 KG વજન

વેસ્ટ ઇન્ડિઝ સામેની બે ટેસ્ટ મેચ માટે સંભવિત ભારતીય ટીમ

શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ (ફક્ત એક ટેસ્ટ રમે એવી સંભાવના), મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, દેવદત્ત પડિક્કલ, એન. જગદીશન (વિકેટકીપર), નીતીશ કુમાર રેડ્ડી / આકાશ દીપ / અર્શદીપ સિંહ (આમાંથી કોઈ એકને તક મળી શકે છે).

IND vs WI: વેસ્ટ ઇન્ડિઝ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રવિન્દ્ર જાડેજા બન્યો VC 2 - image

Leave a Reply

Your email address will not be published.