આ Karun Nair Cricket Career: ભારતીય ટીમમાં આશાઓથી ભરેલી કરુણ નાયરની વાપસી ઝડપથી નિરાશામાં ફેરવાઈ ગઈ છે. બીસીસીઆઇએ ગુરુવારે (25મી સપ્ટેમ્બર) વેસ્ટ ઇન્ડિઝ સામેની બે ટેસ્ટ મેચની સીરિઝ માટે ટીમની જાહેરાત કરી હતી, પરંતુ આ વખતે કરુણને બહાર રાખવામાં આવ્યો હતો. ત્યારે મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે આ નિર્ણય પાછળના કારણો વિશે વાત કરતાં કહ્યું કે,...
Day: September 25, 2025
વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાંથી મોહમ્મદ શમીનું પત્તું કપાયું, શું ટેસ્ટ કારકિર્દીનું પતન?
Mohammed Shami: વેસ્ટ ઇન્ડીઝ સામેની બે ટેસ્ટ મેચની સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ ગઈ છે. જેમાં મોહમ્મદ શમીને ફરી એકવાર ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો છે. ભારતીય ટીમના સિલેક્ટર્સનું આ વલણ સંકેત આપે છે કે, શમી હવે ભારતીય ટેસ્ટ ટીમમાંથી લગભગ નિવૃત્ત થઈ ગયો છે. વેસ્ટ ઇન્ડીઝ આવતા મહિને, ઓક્ટોબરમાં, બે ટેસ્ટ મેચ રમવા માટે...
હાર પચાવી ના શક્યું પાકિસ્તાન… સતત રિપોર્ટ થવાના કારણે અભિષેક શર્માનું X એકાઉન્ટ સસ્પેન્ડ! જાણો મામલો
Asia Cup 2025: ભારતીય બેટર અભિષેક શર્મા એશિયા કપમાં શાનદાર બેટિંગ કરીને રનનો વરસાદ કરી રહ્યો છે. પાકિસ્તાન સામેની મેચમાં તેણે બોલરોની એવી ધુલાઈ કરી કે, મેચ એકતરફી થઈ ગઈ. અભિષેકની શાનદાર બેટિંગના કારણે પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો હતો. જેથી હતાશ થયેલા પાકિસ્તાનીઓએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ રિપોર્ટ કરવાનું શરુ કરી દીધુ હતું. સતત...
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ‘મહારાજા એક્સપ્રેસ’ થી મથુરા-વૃંદાવન પ્રવાસે જશે, રેલવેની કડક સુરક્ષા તૈયારી કરી
નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 25 સપ્ટેમ્બર 2025ના રોજ મથુરા-વૃંદાવનના વિશેષ પ્રવાસે જશે અને આ પ્રવાસ માટે ભારતીય રેલવેએ દેશની સૌથી ભવ્ય ટ્રેન ‘મહારાજા એક્સપ્રેસ’ને પ્રેસિડેન્ટ સ્પેશિયલ ટ્રેન તરીકે તૈયાર કરી છે. આ ટ્રેન નવી દિલ્હી સ્થિત સફદરજંગ સ્ટેશનથી સવારે લગભગ 8 વાગ્યે રવાના થશે અને લગભગ 10 વાગ્યે વૃંદાવન રોડ સ્ટેશન પર પહોંચશે. રાષ્ટ્રપતિ...
IND vs WI: વેસ્ટ ઇન્ડિઝ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રવિન્દ્ર જાડેજા બન્યો VC
India Squad For WI Test Series: આગામી મહિને ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે બે ટેસ્ટ મેચની સિરીઝ યોજાશે. પહેલી ટેસ્ટ 2 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અને બીજી ટેસ્ટ 10 ઓક્ટોબરે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. આ સિરીઝ માટે જાહેર થયેલી ટીમમાં ઘણા ફેરફારો થયા છે: જેમાં રવીન્દ્ર જાડેજાને વાઇસ-કેપ્ટન બનાવાયો છે, દેવદત્ત પડિક્કલની વાપસી...
ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પહેલાં હિટમેનનો નવો અવતાર, રોહિત શર્માએ ઘટાડ્યું 10 KG વજન
Rohit Sharma Fitness: ભારતીય ટીમ આવતા મહિને ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાની છે. ચાહકો આ ટૂર્નામેન્ટની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ચેમ્પિયન્સ ટ્રોફી પછી હિટ મેન પહેલીવાર આંતરરાષ્ટ્રીય મેચ રમશે. T20 આંતરરાષ્ટ્રીય અને ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધા પછી રોહિત શર્મા હવે ODI પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. તેની નજર 2027ના ODI વર્લ્ડ કપ પર છે, પરંતુ વધતી...
BCCI અને PCB વચ્ચે મામલો બગડ્યો, ICCમાં બંનેએ ખેલાડીઓ સામે જુઓ શું-શું ફરિયાદ કરી
BCCI vs PCB: એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘર્ષણની સ્થિતિ આગળ વધતી દેખાઈ રહી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) ભારત સામે સુપર ફોર મેચ દરમિયાન ગન સેલિબ્રેશન કરનાર સાહિબજાદા ફરહાન સામે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)માં ફરિયાદ નોંધાવી છે. પાકિસ્તાનના બોલર હરિસ રઉફ પણ તેમાં સામેલ છે. તો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ICCમાં ભારતીય...
‘બોલ તો ફટકારવા માટે જ હોય…’ અભિષેક શર્માની નીડર બેટિંગ પાછળ પિતાની મહત્ત્વપૂર્ણ ભૂમિકા
Abhishek Sharma Batting: એશિયા કપ 2025માં ભારતીય ટીમના ઓપનર અભિષેક શર્મા શાનદાર બેટિંગ કરી રહ્યા છે. તેણે બાંગ્લાદેશ સામે સુપર 4 મેચમાં ફરી એકવાર ધમાકેદાર અડધી સદી ફટકારી, પોતાની ટીમને ફાઇનલમાં પહોંચાડી. મેચ પછી પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરાયેલા અભિષેક શર્માએ જણાવ્યું હતું કે, ‘મારૂ નીડર વલણ બાળપણથી જ શરૂ થયું હતું. મારા...
સૂર્યકુમાર યાદવે ખેલ ભાવના ન બતાવી, કેચ આઉટ થવા છતાં અજાણ્યો બનતાં ફેન્સે વખોડ્યો
India vs Bangladesh: ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવનો બેટર તરીકે એશિયા કપ 2025નો બીજો સુપર ફોર મેચ ખરાબ રહ્યો હતો. ટીમનો વિજય અને ટુર્નામેન્ટની ફાઈનલમાં પહોંચવું એ કેપ્ટન તરીકે તેના માટે સકારાત્મક સંકેત હતો, પરંતુ તે ચોક્કસપણે તેમની બેટિંગથી નિરાશ છે. આ દરમિયાન બાંગ્લાદેશ સામેના તેમના ખરાબ પ્રદર્શનને કારણે તેમની ખેલ ભાવના પર સવાલો ઊભા...
પહેલગામ હુમલામાં આતંકીઓને મદદ કરનાર શિક્ષક યુસુફ કટારિયાને ઝડપી પાડ્યો
શ્રીનગર: જમ્મુ અને કાશ્મીર પોલીસે પહેલગામના બૈસરન ખીણમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા સાથે જોડાયેલા એક મુખ્ય સહાયકને ઝડપી પાડ્યો છે. 26 વર્ષીય મોહમ્મદ યુસુફ કટારિયા, જે વ્યવસાયે શિક્ષક છે, તેને દક્ષિણ કાશ્મીરના કુલગામમાંથી બુધવારે ધરપકડ કરવામાં આવી હતી. કટારિયા લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલો હોવાનું કહેવાય છે અને તેણે હુમલામાં સામેલ આતંકીઓને લોજિસ્ટિકલ મદદ પૂરી પાડી હતી....









