ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પહેલાં હિટમેનનો નવો અવતાર, રોહિત શર્માએ ઘટાડ્યું 10 KG વજન

Home » Latest Update » ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પહેલાં હિટમેનનો નવો અવતાર, રોહિત શર્માએ ઘટાડ્યું 10 KG વજન
ઓસ્ટ્રેલિયાના-પ્રવાસ-પહેલાં-હિટમેનનો-નવો-અવતાર,-રોહિત-શર્માએ-ઘટાડ્યું-10-kg-વજન

Rohit Sharma Fitness: ભારતીય ટીમ આવતા મહિને ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાની છે. ચાહકો આ ટૂર્નામેન્ટની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ચેમ્પિયન્સ ટ્રોફી પછી હિટ મેન પહેલીવાર આંતરરાષ્ટ્રીય મેચ રમશે. T20 આંતરરાષ્ટ્રીય અને ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધા પછી રોહિત શર્મા હવે ODI પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. તેની નજર 2027ના ODI વર્લ્ડ કપ પર છે, પરંતુ વધતી ઉંમર અને ફિટનેસ સૌથી મોટા પડકારો બન્યા છે. જો કે, ફિટનેસ માટે ટ્રોલ થયા બાદ રોહિતે પોતાની ફિટનેસ પર એટલું જબરદસ્ત કામ કર્યું છે કે કોઈ પણ આશ્ચર્યચકિત થઈ જશે. 

હિટમેનના અંગત મિત્ર અને ભારતીય બેટિંગના પૂર્વ કોચ અભિષેક નાયરે તેના નવા અવતારનો ફોટો શેર કર્યો, જેમાં લખ્યું હતું કે, હિટ મેને 10 કિલો વજન ઘટાડ્યું છે. અભિષેક નાયરે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં મુંબઈમાં રોહિત શર્માના ટ્રેનિંગ સેશનની એક તસવીર રજૂ કરી હતી. જેમાં કેપ્શન લખી હતી કે, 10,000 ગ્રામ બાદ પણ હજું અમે પ્રયાસ કરી રહ્યા છીએ. તેનો ઈશારો રોહિત શર્માના 10 કિગ્રા વજન ઘટ્યા બાદ નવા લુક તરફ હતો.

ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પહેલાં હિટમેનનો નવો અવતાર, રોહિત શર્માએ ઘટાડ્યું 10 KG વજન 2 - image

અભિષેક શર્માએ રોહિત શર્માના 10 કિગ્રા વજન ઘટવાની સમય મર્યાદા જણાવી નથી. પરંતુ તેમની આ કેપ્શનથી સ્પષ્ટ થયુ છે કે, રોહિત શર્માનું જે વજન હતું, તેમાં 10 કિગ્રાનો ઘટાડો થયો છે.

આ પણ વાંચોઃ BCCI અને PCB વચ્ચે મામલો બગડ્યો, ICCમાં બંનેએ ખેલાડીઓ સામે જુઓ શું-શું ફરિયાદ કરી

રોહિત શર્માએ પ્રી-સીઝન ફિટનેસ ટેસ્ટ પાસ કરી

રોહિત શર્માએ આ મહિને પ્રી-સીઝન ફિટનેસ ટેસ્ટ પાસ કરી છે. બેંગ્લુરૂ સ્થિત બીસીસીઆઈના સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે રોહિત શર્માએ આ ટેસ્ટ આપી હતી. સાથે સાથે ત્યાં ટ્રેનિંગ પણ લીધી હતી. બીજી બાજુ વિરાટ કોહલીએ લંડનમાં જ ટેસ્ટ પાસ કરી હતી. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ વનડે સીરિઝમાં ભારતના આ બંને દિગ્ગજ રમતા દેખાશે.

Leave a Reply

Your email address will not be published.