India vs Bangladesh: ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવનો બેટર તરીકે એશિયા કપ 2025નો બીજો સુપર ફોર મેચ ખરાબ રહ્યો હતો. ટીમનો વિજય અને ટુર્નામેન્ટની ફાઈનલમાં પહોંચવું એ કેપ્ટન તરીકે તેના માટે સકારાત્મક સંકેત હતો, પરંતુ તે ચોક્કસપણે તેમની બેટિંગથી નિરાશ છે. આ દરમિયાન બાંગ્લાદેશ સામેના તેમના ખરાબ પ્રદર્શનને કારણે તેમની ખેલ ભાવના પર સવાલો ઊભા થયા છે. ફેન્સે શ્રેયસ ઐયરની ટી20 ટીમમાં વાપસીની પણ માંગ કરી છે, કારણ કે સૂર્યાનું પ્રદર્શન પણ ખરાબ રહ્યું છે.
સૂર્યકુમાર યાદવની ખેલ ભાવના પર સવાલો ઊભા થયા
અહેવાલો અનુસાર, બાંગ્લાદેશ સામેની મેચમાં સૂર્યકુમાર યાદવે મુસ્તફિઝુર રહેમાનના ઓવરના છેલ્લા બોલને ઓન સાઈડ પર ફટકારવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ બેટની ધાર લઈને વિકેટ પાછળ ગયો. અપીલ કરવામાં આવી, પરંતુ અમ્પાયરે તેને નકારી કાઢી. બોલને વાઈડ જાહેર પણ કરવામાં આવ્યો નહીં. આવી સ્થિતિમાં બાંગ્લાદેશ ટીમે ડિસિઝન રિવ્યુ સિસ્ટમ (DRS) માટે અપીલ કરી હતી. ત્રીજા અમ્પાયરે જોયું કે અલ્ટ્રા એજ સ્પષ્ટ જોવા મળ્યું હતું કે,બોલ બેટની ધાર પર ટચ થઈ હતી. આમ સૂર્યાને પેવેલિયન પરત ફરવું પડ્યું હતું.
આ પણ વાંચો: એશિયા કપ: બાંગ્લાદેશ સામે ભારતની 41 રને જીત, ટીમ ઇન્ડિયાની ફાઇનલમાં એન્ટ્રી
જેના કારણ છે કે સૂર્યા પર સવાલો ઊભા થઈ રહ્યા છે કે જ્યારે તેને ખબર હતી કે તેના બેટની ધાર બોલને ટચ થઈ છે, ત્યારે તેણે ત્રીજા અમ્પાયરનો નિર્ણય આવે તે પહેલાં મેદાન છોડી દેવું જોઈતું હતું. તે આ મેચમાં ફક્ત 5 રન બનાવી શક્યો. ફેન્સ પણ તેના પ્રદર્શનની ટીકા કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે શ્રેયસ ઐયરને પાછો લાવવો જોઈએ.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર ફેન્સ લખી રહ્યા છે, ‘બેટની ધાર બોલને ટચ થઈ હોવા છતા સૂર્યકુમાર યાદવ મેદાન પર હાજર દરેક દર્શક અને ફિલ્ડરને સ્પષ્ટ દેખાતું હતું કે કોઈપણ સારો ક્રિકેટર ત્યાંથી ચાલ્યો ગયો હોત, પરંતુ સૂર્યકુમાર યાદવે મેદાન છોડ્યું નહીં.’
બીજા એક ફેન્સે ‘X’ પર લખ્યું કે, ‘મારી BCCIને વિનંતી છે કે શ્રેયસ ઐયરને T20 ફોર્મેટમાં સામેલ કરવામાં આવે. સૂર્યકુમાર યાદવને આરામ આપવો જોઈએ કારણ કે કોઈ સારી બેટિંગ કરી રહ્યું નથી. આપણે બધાએ છેલ્લી બે મેચ જોઈ છે. BCCI અને ગૌતમ ગંભીરને મારી વિનંતી છે કે, શ્રેયસ ઐયર ખૂબ જ સારો ખેલાડી છે.’

Leave a Reply