Asia Cup Final: એશિયા કપ 2025માં પાકિસ્તાની ક્રિકેટ રમત કરતાં અન્ય કારણે વધુ ચર્ચામાં રહે છે. પાકિસ્તાની ટીમ જેમ તેમ કરતાં ફાઈનલ સુધી પહોંચી ચૂકી છે. હવે ટીમ 28 સપ્ટેમ્બર, રવિવારના રોજ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ટાઇટલ મેચમાં ભારતનો સામનો કરશે. ભારતે પાકિસ્તાનને વર્તમાન ટુર્નામેન્ટમાં બંને મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. હવે ફાઇનલમાં પણ પાકિસ્તાની ટીમને બરોબર પાઠ ભણાવશે.
આ પણ વાંચો: વૈભવ સૂર્યવંશીએ 14 વર્ષની ઉંમરમાં તોડ્યો બાબર આઝમનો રેકોર્ડ, હવે ઈતિહાસ રચવાની તૈયારીમાં
પાકિસ્તાની ન્યૂઝ ચેનલ રિપોર્ટનાં થયો ખુલાસો
ફાઇનલ પહેલા જ પાકિસ્તાન ટીમના નાટક શરૂ થઈ ગયા છે. સૌથી પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) માં ફરિયાદ નોંધાવી હતી. તો હવે એક એવા સમાચાર સામે આવ્યા છે કે, PCB ના અધ્યક્ષ મોહસીન નકવી ફાસ્ટ બોલર હરિસ રૌફ પર લાદવામાં આવેલ દંડ વ્યક્તિગત રીતે ચૂકવવા માંગે છે. પાકિસ્તાની ન્યૂઝ ચેનલ સમા ટીવીના રિપોર્ટમાં આ ખુલાસો થયો છે.
આ રકમ સીધી ખેલાડીની મેચ ફીમાંથી કાપવામાં આવે છે
આમ તો, તકનીકી રીતે ICC દ્વારા લગાવવામાં આવેલો દંડ ખેલાડીની મેચ ફીમાંથી કાપવામાં આવે છે. એટલે કે, અર્થ એ છે કે, જે રકમ કાપવામાં આવે છે, આ રકમ સીધી ખેલાડીની મેચ ફીમાંથી કાપવામાં આવે છે. કોઈ બીજા પોતાના ખિસ્સામાંથી દંડ ભરે તો કોઈ વાંધો નથી. ભલે મોહસીન નકવી વ્યક્તિગત રીતે હરિસ રૌફનો દંડ ભરવા માંગે છે, પણ હરિસ રૌફની મેચ ફી ICC રેકોર્ડમાં કાપવામાં આવશે. આ માત્ર સમર્થન અને પ્રતીકાત્મક સમર્થનનો સંકેત હોઈ શકે છે.
હરિસ રૌફને કેમ આટલો દંડ ફટકારાયો
પાકિસ્તાની ફાસ્ટ બોલર હરિસ રૌફે અપશબ્દો અને અનુશાસનહીન વર્તન બદલ ICC દ્વારા તેની મેચ ફીના 30 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો. હારિસ રઉફે ભારત સામેની સુપર ફોર મેચ દરમિયાન અપમાનજનક ઈશારા કર્યા હતા અને ભારતીય ખેલાડીઓ સાથે ઝઘડો પણ કર્યો હતો.
આ પણ વાંચો: અમ્પાયરે આઉટ આપ્યો છતાં બચી ગયો શ્રીલંકન ખેલાડી? IND vs SL વચ્ચે સુપર ઓવરનો રોમાંચ આવો હતો
ઉલ્લેખનીય છે કે, આ જ મેચમાં પાકિસ્તાનના ઓપનિંગ બેટર સાહિબજાદા ફરહાને અડધી સદી ફટકાર્યા બાદ બંદૂકથી ઉજવણી કરી હતી. જેને લઈને ICC દ્વારા તેને ચેતવણી આપવામાં આવી હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ હરિસ રૌફ અને સાહિબજાદા ફરહાનના વર્તનને અયોગ્ય માનીને ICC માં ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply