IND vs SL: ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનાર એશિયા કપ 2025ની છેલ્લી સુપર 4 મેચમાં જોરદાર ઉત્સાહ જોવા મળ્યો હતો. સુપર ઓવરથી લઈને વિવાદાસ્પદ રન-આઉટ સુધી આ એક રોમાંચક મુકાબલો રહ્યો હતો. બંને ટીમોએ 202-202 રન બનાવ્યા. ચાલો જાણીએ કે છેલ્લી સુપર ઓવરમાં કેવી રહી અને વિવાદીત રન-આઉટનો શું મુદ્દો હતો…
આ પણ વાંચો: એશિયા કપની ફાઈનલ અગાઉ સૂર્યાને ગાવસ્કરની સલાહ, પાકિસ્તાન સામેનો ગેમપ્લાન સમજાવ્યો
બંને ટીમોના પ્રદર્શન પર એક ઝલક
આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા અભિષેક શર્માના 61 અને તિલક વર્માના 49 રનની મદદથી શ્રીલંકા માટે 203 રનનો લક્ષ્યાંક મુક્યો હતો. એશિયા કપ 2025 માં આ પહેલી વાર હતું જ્યારે કોઈ ટીમે 200 રનનો આંકડો પાર કર્યો હતો. જોકે, શ્રીલંકાએ મજબૂત બેટિંગ પ્રદર્શન સાથે જવાબ આપતા પથુમ નિસાન્કાના 107 અને કુસલ પરેરાના 58 રનની મદદથી 202 રન બનાવ્યા, જેના પરિણામે મેચમાં ટાઇ પડી હતી. જીત કે હારનો નિર્ણય હવે સુપર ઓવર દ્વારા નક્કી કરવાનું થયું હતુ.
સુપર ઓવરના રોમાંચ
સુપર ઓવરમાં પહેલા શ્રીલંકા બેટિંગ કરવા માટે આવ્યું. કુસલ પરેરા અને દાસુન શનાકા બેટિંગ કરવા આવ્યા. જોકે, અર્શદીપ સિંહે પહેલા જ બોલ પર કુસલ પરેરાને આઉટ કર્યો. બીજા બોલ પર કમિન્ડુ મેન્ડિસે એક સિંગલ લીધો. ત્રીજા બોલ પર કોઈ રન ન થયો, એ પછી વાઈડ બોલ આવ્યો. ચોથા બોલ પર કેચની અપીલ કરવામાં આવી, અને અમ્પાયરે તેને આઉટ આપ્યો, પરંતુ વિકેટ પડી નહીં. જોકે, પાંચમા બોલ પર શનાકા આઉટ થયો. શ્રીલંકા માત્ર 2 રન બનાવી શક્યું, જેને ભારતે પહેલા જ બોલ પર પાર કરી દીધુ.
કેમ માટે શનાકા આઉટ થયો નહી
સુપર ઓવરમાં ભારત માટે બધું જ બરાબર ચાલી રહ્યું હતું. અર્શદીપ સિંહે કુસલ પરેરાને ઝીરો રન પર આઉટ કર્યો, અને ચોથા બોલમાં વિકેટકીપર સંજુ સેમસને દાસુન શનાકાને રન આઉટ કર્યો. ભારતે માત્ર 3 રન કરવાના હતા, અને અર્શદીપ સિંહે કામ પૂરુ કરી દીધુ. પરંતુ શનાકાને આઉટ આપવામાં આવ્યો નહીં.
આ પણ વાંચો: એશિયા કપમાં સુપર ઓવરના વિવાદ પર ભડક્યો સનથ જયસુર્યા, ICC સમક્ષ કરી આ માગ
આવું કેમ થયું?
હકીકતમાં અર્શદીપના ઓફ-કટરથી શનાકા છેતરાઈ ગયો અને સિંગલ રન લેવા માટે દોડ્યો. જોકે, કમિન્ડુ મેન્ડિસે ના પાડી હતી, અને તે દરમિયાન સંજુ સેમસનએ તેને રન આઉટ કર્યો. આ દરમિયાન, અર્શદીપે અપીલ કરી અને દાવો કર્યો કે શનાકા બેટને બોલ ટચ થયો હતો અને પછી કેચ આઉટ થયો હતો. અમ્પાયરે બોલરની વાત સાથે સંમતિ દર્શાવી અને આંગળી ઉંચી કરી. આનો અર્થ એ થયો કે શનાકા રન આઉટ નહીં, પણ કેચ આઉટ થયો. જ્યારે શનાકાએ આ સાંભળ્યું, ત્યારે તેણે તરત જ રિવ્યુ લીધો.
ટીવી અમ્પાયરે ચેક કર્યું અને નક્કી કર્યું કે, શનાકાએ બોલને સ્પર્શ કર્યો નથી. તેથી, સોહેલે પોતાનો નિર્ણય ઉલટાવવો પડ્યો. આનું કારણ એ છે કે, ICC નિયમો અનુસાર પહેલો નિર્ણય જ લાગુ થાય છે.

Leave a Reply