એશિયા કપ ફાઈનલ: આ 5 પરિબળોના કારણે પાકિસ્તાન સામે ભારતનું પલડું ભારે

Home » Latest Update » એશિયા કપ ફાઈનલ: આ 5 પરિબળોના કારણે પાકિસ્તાન સામે ભારતનું પલડું ભારે
એશિયા-કપ-ફાઈનલ:-આ-5-પરિબળોના-કારણે-પાકિસ્તાન-સામે-ભારતનું-પલડું-ભારે

Asia Cup 2025 Final : 28 સપ્ટેમ્બર, રવિવાર યુએઈમાં એશિયા કપની ફાઈનલ મેચ રમાશે. જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો જામશે. 41 વર્ષ બાદ પહેલીવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપની ફાઈનલ મેચ રમાશે. ભારતીય ફેન્સને પૂરો વિશ્વાસ છે કે આપણાં દેશના ધુરંધરો પાકિસ્તાની ખેલાડીઓને ધૂળ ચટાડશે. મેચ પહેલા જાણો ભારતના પક્ષમાં કેમ બની રહ્યા છે સમીકરણ

1. ભારતીય ટીમમાં જીતની હેટ્રીક માટે થનગનાટ

એશિયા કપની આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમે બે વખત તો પાકિસ્તાની ટીમને મ્હાત આપેલી જ છે. એવામાં હવે ભારતીય ટીમના ખેલાડીઓ જીતની હેટ્રીક માટે થનગની રહ્યા છે. પહેલી બે મેચોમાં પાકિસ્તાની ખેલાડીઓને ભારતીય ખેલાડીઓ વિરુદ્ધ કોઈ હથિયાર નહોતું મળ્યું તો દુર્વ્યવહાર પર ઉતરી આવ્યા હતા. 

2. ભારતના મજબૂત બેટર્સ

ટી20 રેન્કિંગમાં દુનિયાના ટોપ 5 બેટર્સમાં ભારતનો અભિષેક શર્મા, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવનું નામ છે. જ્યારે પાકિસ્તાનનો એક પણ બેટર ટોપ-5માં નથી. આ સિવાય આ ટુર્નામેન્ટમાં અભિષેક શર્મા અને શુભમન ગિલ ખૂબ શાનદાર દેખાવ કરી જ રહ્યા છે. 

એશિયા કપ ફાઈનલ: આ 5 પરિબળોના કારણે પાકિસ્તાન સામે ભારતનું પલડું ભારે 2 - image

3. સારી બોલિંગ

પાકિસ્તાનના બોલર્સ માત્ર મોટા મોટા બણગાં ફૂંકવામાં જ રેકોર્ડ બનાવે તેવા છે. જ્યારે બીજી તરફ ભારત પાસે બુમરાહ, વરુણ ચક્રવર્તી અને કુલદીપ યાદવ જેવા શાનદાર બોલર્સ છે. 

4. દુનિયાનો સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર 

ટી20 રેન્કિંગમાં હાલ હાર્દિક પંડ્યા દુનિયાનો નંબર વન ઓલરાઉન્ડર ખેલાડી છે. સેમિફાઈનલ અને ફાઈનલ જેવી મેચોમાં હંમેશા જ હાર્દિકનું યોગદાન મહત્ત્વનું રહ્યું છે. 

એશિયા કપ ફાઈનલ: આ 5 પરિબળોના કારણે પાકિસ્તાન સામે ભારતનું પલડું ભારે 3 - image

5. ટી20માં ભારતનો દબદબો

પાકિસ્તાન સામે ટી20 મેચોમાં ભારતનું પલડું હંમેશા ભારે જ રહ્યું છે. 2007થી આ ફોર્મેટની શરૂઆત થઈ ત્યારથી બંને દેશો વચ્ચે 15 મેચો રમાઈ છે જેમાંથી ભારતે 11 જીતી છે. 

Leave a Reply

Your email address will not be published.