Asia Cup 2025 Final: એશિયા કપ 2025ની ફાઈનલ મેચમાં પાકિસ્તાન સાથે મહામુકાબલા માટે ભારતની ટીમ તૈયાર છે. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં આ મેચ યોજાશે. એશિયા કપના 41 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર આ બે ટીમો ફાઈનલ મેચમાં એકબીજાને ટક્કર આપશે. જુઓ કેવી હોઈ શકે પ્લેઈંગ-11.
ટીમ ઈન્ડિયાની સંભાવિત પ્લેઈંગ-11: અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, સંજૂ સેમસન, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી
પાકિસ્તાનની સંભાવિત પ્લેઈંગ-11: સાહિબજાદા ફરહાન, ફખર ઝમાન, સેમ યૂબ, સલમાન આગા, હુસૈન તલત, મોહમ્મદ હારિસ, મોહમ્મદ નવાઝ, ફહીમ અશરફ, શાહીન આફ્રિદી, હારિસ રઉફ, અબરાર એહમદ
ભારતનું પલડું કેમ ભારે?
1. ભારતના મજબૂત બેટર્સ, સારી બોલિંગ
ટી20 રેન્કિંગમાં દુનિયાના ટોપ 5 બેટર્સમાં ભારતનો અભિષેક શર્મા, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવનું નામ છે. જ્યારે પાકિસ્તાનનો એક પણ બેટર ટોપ-5માં નથી. આ સિવાય આ ટુર્નામેન્ટમાં અભિષેક શર્મા અને શુભમન ગિલ ખૂબ શાનદાર દેખાવ કરી જ રહ્યા છે. પાકિસ્તાનના બોલર્સ માત્ર મોટા મોટા બણગાં ફૂંકવામાં જ રેકોર્ડ બનાવે તેવા છે. જ્યારે બીજી તરફ ભારત પાસે બુમરાહ, વરુણ ચક્રવર્તી અને કુલદીપ યાદવ જેવા શાનદાર બોલર્સ છે.
આ પણ વાંચો: એશિયા કપ ફાઈનલ: આ 5 પરિબળોના કારણે પાકિસ્તાન સામે ભારતનું પલડું ભારે
2. દુનિયાનો સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર
ટી20 રેન્કિંગમાં હાલ હાર્દિક પંડ્યા દુનિયાનો નંબર વન ઓલરાઉન્ડર ખેલાડી છે. સેમિફાઈનલ અને ફાઈનલ જેવી મેચોમાં હંમેશા જ હાર્દિકનું યોગદાન મહત્ત્વનું રહ્યું છે. પાકિસ્તાન સામે ટી20 મેચોમાં ભારતનું પલડું હંમેશા ભારે જ રહ્યું છે. 2007થી આ ફોર્મેટની શરૂઆત થઈ ત્યારથી બંને દેશો વચ્ચે 15 મેચો રમાઈ છે જેમાંથી ભારતે 11 જીતી છે.

Leave a Reply